AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતનું આ ગોલ્ડ ફંડ દુનિયાના ટોપ-10માં, ભારતીયોની પહેલી પસંદ બનેલી આ સ્કીમે ગ્લોબલ માર્કેટમાં રચ્યો ઇતિહાસ

ગોલ્ડ રોકાણના વૈશ્વિક ફલક પર ભારતનો દબદબો સતત વધી રહ્યો છે અને તાજેતરના આંકડાઓએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ગોલ્ડ ઈટીએફ (Gold ETF) ની યાદીમાં ભારતનું એક ખાસ ફંડ હવે દુનિયાના ટોપ-10 ફંડ્સમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે.

| Updated on: Mar 25, 2026 | 7:59 PM
Share
અમેરિકા અને ચીનના સ્થાપિત ફંડ્સને પછાડીને ભારતીય રોકાણકારોની આ મનપસંદ સ્કીમે ગ્લોબલ માર્કેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. માત્ર થોડા જ સમયમાં અંદાજે 6.6 ટન સોનાની માંગ જેટલું જંગી રોકાણ આ એક જ ફંડમાં જોવા મળ્યું છે, જે સાબિત કરે છે કે ભારતીયો હવે સોનું ખરીદવાની જૂની રીત છોડીને આધુનિક અને સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે.

1 / 7
નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે બુધવારે એક મહત્વની માહિતી શેર કરી છે. કંપનીના પ્રમુખ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ Nippon India ETF Gold BeES એ વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફંડ ફ્લોના આધારે, તે વિશ્વના ટોચના 10 ગોલ્ડ ઈટીએફ (Gold ETFs) માં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના તાજેતરના આંકડા મુજબ આ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે.

2 / 7
આ ફંડમાં 1.08 અબજ ડોલરનું રોકાણ (ઈનફ્લો) આવ્યું છે, જે અંદાજે 6.6 ટન સોનાની માંગ બરાબર છે. આ સાથે તે વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ETF ઈનફ્લોમાં જોડાઈ ગયું છે. ગ્લોબલ ટોપ 10માં સ્થાન મેળવનાર આ ભારતનું એકમાત્ર ગોલ્ડ ETF છે. આ દર્શાવે છે કે, ભારતીય રોકાણકારો હવે રેગ્યુલેટેડ ગોલ્ડ રોકાણના વિકલ્પોમાં ઝડપથી રસ દાખવી રહ્યા છે.

3 / 7
વૈશ્વિક સ્તરે આ સમયગાળા દરમિયાન ગોલ્ડ ETF માં મજબૂત માંગ જોવા મળી હતી, જેનું મુખ્ય કારણ આર્થિક અનિશ્ચિતતા અને પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન (વિવિધતા) લાવવાની જરૂરિયાત રહી છે. WGC, બ્લૂમબર્ગ અને કંપનીઓના ફાઇલિંગ ડેટા અનુસાર, વિશ્વના ટોપ-15 ગોલ્ડ ETF માં કુલ 42.86 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. આ રોકાણથી અંદાજે 301.3 ટન સોનાની માંગ ઊભી થઈ છે. આ દર્શાવે છે કે, ગોલ્ડ ETF સેગમેન્ટમાં રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે.

4 / 7
ફંડ ફ્લોના આધારે, વૈશ્વિક ટોપ-10 ગોલ્ડ ETFમાં Nippon India ETF Gold BeES ભારતનું એકમાત્ર પ્રતિનિધિ બનીને ઉભરી આવ્યું છે. આ સફળતા માત્ર પ્રોડક્ટના કદને જ નહીં પરંતુ ભારતમાં ETF દ્વારા સોનામાં રોકાણની વધતી જતી લોકપ્રિયતાને પણ દર્શાવે છે. અંદાજે 36.2 ટન સોનાની હોલ્ડિંગ સાથે, આ ફંડે વૈશ્વિક ETF માંગમાં મહત્વનું યોગદાન આપ્યું છે.  ટૂંકમાં, જે રોકાણકારો સોનામાં લિક્વિડ અને ઓછા ખર્ચવાળું રોકાણ કરવા માંગે છે, તેમના માટે આ એક પસંદગીનો વિકલ્પ બન્યો છે.

5 / 7
ફંડ હાઉસના જણાવ્યા અનુસાર, વૈશ્વિક રેન્કિંગમાં આ ETF અમેરિકા અને ચીનના ઘણા મોટા તેમજ સ્થાપિત ગોલ્ડ ETFની હરોળમાં જોડાયેલ છે. આ બાબત સાબિત કરે છે કે, કોમોડિટી રોકાણના વૈશ્વિક પ્રવાહ (Inflow) માં ભારતનું મહત્વ સતત વધી રહ્યું છે. ફંડ હાઉસે જણાવ્યું હતું કે, Nippon India ETF Gold BeES માં જોવા મળેલ મજબૂત ઇનફ્લો એ પણ દર્શાવે છે કે, ભારતની ETF ઇકોસિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. હવે રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને તેને સ્થિર રાખવા માટે એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સ (ETPs) તરફ વળી રહ્યા છે.

6 / 7
ગોલ્ડ ETF ની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે, કારણ કે રોકાણકારોને ફિઝિકલ સોનું (સોનાના દાગીના કે સિક્કા) સાચવવાની ઝંઝટ વગર સોનામાં રોકાણ કરવાનો સરળ રસ્તો મળે છે. આ સાથે જ તેમને એક્સચેન્જ પર લિક્વિડિટી (સરળતાથી રોકડમાં રૂપાંતર) અને નિયમનકારી દેખરેખ (રેગ્યુલેટરી ઓવરસાઇટ) નો પણ મોટો ફાયદો મળે છે.

7 / 7

શું ભાવ ₹9 લાખને પાર કરશે ? ગભરાઈને સોનું વેચવાની ભૂલ ન કરતા… ભારે ઘટાડા વચ્ચે એક્સપર્ટ્સે આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">