AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટરથી આગને કાબૂમાં લેવા વાયુસેના ઉતર્યુ મેદાને, જુઓ Video

હિમાચલ પ્રદેશમાં સતત વધતા તાપમાનને કારણે જંગલમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. વન વિભાગના ડેટા અનુસાર, ફક્ત મે મહિનામાં જ હિમાચલ પ્રદેશના જંગલમાં આગ લાગવાની 148 જેટલી ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓથી જંગલ વિસ્તારની હજારો હેક્ટર જમીનને અસર થઈ છે. સૌથી વધુ નુકસાન શિમલા અને નાહન વન વિભાગમાં થવા પામ્યુ છે.

હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટરથી આગને કાબૂમાં લેવા વાયુસેના ઉતર્યુ મેદાને, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2026 | 3:56 PM
Share

હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ કસૌલીના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે કોટી, સનાવર અને ગરખાલ પ્રદેશોમાં ગંભીર ખતરો સર્જાયો છે. આગને કારણે કરોડો રૂપિયાની વન સંપત્તિને નુકસાન થયું છે. આગને કાબુમાં લેવા માટે, ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર, વન વિભાગ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહેવાસીઓ સાથે તહેનાત કરવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશના જાણીતા પર્યટન સ્થળ કસૌલીમાં લાગેલી ભીષણ આગથી વિશાળ જંગલ વિસ્તાર ઘેરાઈ ગયો છે. સોલન જિલ્લાના કોટી, સનાવર અને ગરખાલ પ્રદેશોમાં આગ ઝડપથી ફેલાતા, કરોડો રૂપિયાની વન સંપત્તિ નાશ પામી છે. આગની ગંભીરતાને જોતાં, વન વિભાગ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહેવાસીઓ રાહત અને બચાવ કામગીરી સતત કરી રહ્યાં છે. દરમિયાન, વાયુસેના પણ હવે આગ ઓલવવાના પ્રયાસમાં જોડાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક Mi-17 હેલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા છે.

ઘણા કલાકોથી આગ બેકાબૂ

અહેવાલો અનુસાર, કસૌલીના જંગલોમાં લાગેલી, છેલ્લા ઘણા કલાકોથી ભડકી રહી છે. તીવ્ર ગરમી, સૂકી વનસ્પતિ અને ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. આગનેના કારણે હવે કસૌલીની આસપાસના વિસ્તારોમાં ખતરો વધી ગયો છે. દૂરથી દેખાતી ઉંચી જ્વાળાઓ જોઈને સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. વન વિભાગના અધિકારીઓ જણાવે છે કે આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, મુશ્કેલ ભૌગોલિક ભૂપ્રદેશ અને ભારે પવનને કારણે કામગીરી પડકારજનક રહી છે.

રાજ્યભરમાં સતત વધતા તાપમાનને કારણે જંગલમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. વન વિભાગના ડેટા અનુસાર, ફક્ત મે મહિનામાં જ હિમાચલ પ્રદેશના જંગલમાં આગ લાગવાની 148 જેટલી ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓથી જંગલ વિસ્તારની હજારો હેક્ટર જમીનને અસર થઈ છે. સૌથી વધુ નુકસાન શિમલા અને નાહન વન વિભાગમાં થવા પામ્યુ છે.

દેશની તમામ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, 3 મહિનામાં પડતર કેસના ચુકાદા જાહેર કરો, જામીન આપવા અંગેના કેસમાં પણ કર્યા આદેશ

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">