Breaking News : જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા, જુઓ Video
જુનાગઢમાં વાઘેશ્વરી તળાવ મુદ્દે વિપક્ષનો પ્રહાર સામે આવ્યો છે.તળાવના કામમાં ભ્રષ્ટાચારના આરોપ તેમજ પ્લાન પ્રમાણે કામ ન થવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. અધિકારીએ વહેલીતકે કામ પૂર્ણ કરવા નિવેદન આપ્યું હતુ.
જુનાગઢમાં ગિરનાર દરવાજાની બાજુમાં વાઘેશ્વરી તળાવનું કામ છેલ્લા એક વર્ષથી ચાલે છે. 18 કરોડની રકમ વાપરવામાં આવી છતાં આ તળાવની કામગીરીમાં સવાલોના ઘેરામાં આવી છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ વાઘેશ્વરી તળાવનું નિર્માણ થઈ રહ્યું છે. જે મુજબ વાઘેશ્વરી તળાવમાં સી.સી.ટી.વી વોકવે, બોટિંગ, ફૂડકોર્ટ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
બીજી તરફ વિરોધ પક્ષનો આક્ષેપ છે કે વાઘેશ્વરી તળાવની આજુબાજુના દબાણો દૂર કરાયા નથી અને પ્લાન સ્ટ્રક્ચર પ્રમાણે કામ થઈ રહ્યું નથી. અને રૂ.18 કરોડની માતબર રકમનો વેડફાટ થઈ રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે તંત્રની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ નવું નજરાણું જુનાગઢ શહેરના લોકો અને પ્રવાસીઓને આકર્ષશે. ત્યારે વહેલી તકે કામ પૂર્ણ કરીને તેને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે તેવું મનપા અધિકારીનું નિવેદન છે.
