AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘડપણની ચિંતા ખતમ ! આ સરકારી સ્કીમમાં દર મહિને મળશે ₹3,000 નું ‘ફિક્સ પેન્શન’, જાણો કેન્દ્ર સરકારની આ ખાસ યોજના વિશે

આપણા દેશના શ્રમિકો અને નાના વ્યવસાય કરતા ભાઈ-બહેનો માટે કેન્દ્ર સરકાર એક સરસ યોજના ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત, 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000 નું ફિક્સ પેન્શન આપવામાં આવે છે.

| Updated on: May 29, 2026 | 3:52 PM
Share
દેશમાં મોટી સંખ્યામાં એવા લોકો છે કે, જેઓ ફેક્ટરી, કંપની કે સરકારી નોકરીમાં કરતાં નથી. કોઈ લારી ચલાવે છે, કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ મજૂરી કરે છે તો કોઈ નાનો-મોટો વ્યવસાય કરે છે. આવા લોકોની સૌથી મોટી ચિંતા એ હોય છે કે, જ્યારે ઉંમર વધી જશે અને કામ કરવાની તાકાત ઓછી થઈ જશે, ત્યારે ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે?

1 / 8
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PM-SYM) યોજના આ જ પરેશાનીને દૂર કરે છે. આ હેઠળ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવાની જોગવાઈ છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી. આ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટેની એક પેન્શન યોજના છે. આ યોજનામાં જોડાયા પછી લાભાર્થીએ પોતાની ઉંમરના હિસાબે દર મહિને થોડી રકમ જમા કરાવવાની હોય છે. ટૂંકમાં, જેટલા પૈસા તે જમા કરે છે, એટલા જ પૈસા કેન્દ્ર સરકાર પણ તેની તરફથી જમા કરાવે છે. 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી લાભાર્થીને દર મહિને 3,000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન મળે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે કે, જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને જેમની આવક વધારે નથી. આમાં ફેરીવાળા, રિક્ષા ચાલક, ઈ-રિક્ષા ચાલક, ઘરકામ કરતા મજૂરો, બાંધકામ મજૂરો, ખેતમજૂરો, ચામડા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, નાના દુકાનદારો અને સ્વરોજગાર કરતા લોકોનો સમાવેશ થાય છે.

2 / 8
જો કે, યોજનાનો લાભ લેવા માટે કેટલીક જરૂરી શરતો પૂરી કરવી પડે છે. અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેની માસિક આવક 15,000 રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ. તે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ અને આવકવેરો ભરતો (ટેક્સપેયર) ન હોવો જોઈએ. આ ઉપરાંત તે EPFO, ESIC કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) જેવી અન્ય કોઈ સરકારી સામાજિક સુરક્ષા યોજનાનો સભ્ય પણ ન હોવો જોઈએ. યોજનામાં જમા થનારી રકમ તમારી ઉંમર પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે યોજના સાથે જોડાય છે, તો તેણે દર મહિને માત્ર 55 રૂપિયા જમા કરાવવા પડશે, જ્યારે 40 વર્ષની ઉંમરે જોડાનાર વ્યક્તિએ દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.

3 / 8
જો તમે એક વરિષ્ઠ નાગરિક (Senior Citizen) છો અને આકારણી વર્ષ 2026-27 (AY 2026-27) માટે તમારું આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમે કદાચ વિચારી રહ્યા હશો: તમારા માટે કયું ફોર્મ યોગ્ય છે—ITR-1, ITR-2, ITR-3, અથવા ITR-4?

4 / 8
જો પેન્શન શરૂ થયા પછી લાભાર્થીનું મૃત્યુ થાય છે, તો તેના પતિ કે પત્નીને કૌટુંબિક પેન્શન (ફેમિલી પેન્શન) આપવામાં આવે છે. પરિવારને મળતું આ પેન્શન મૂળ પેન્શનના 50 ટકા હોય છે. સરળ રીતે સમજીએ તો, 3,000 રૂપિયાનું પેન્શન મળતું હોય તો જીવનસાથીને દર મહિને 1,500 રૂપિયા મળશે. જો કોઈ સભ્ય સમયસર પોતાનો હપ્તો જમા કરાવી શકતો નથી, તો તે પછીથી વ્યાજ સાથે બાકી રકમ જમા કરાવીને યોજના ફરી શરૂ કરી શકે છે. વ્યાજનો દર સરકાર નક્કી કરશે. યોજનામાં જોડાયાના 10 વર્ષની અંદર બહાર નીકળવા પર સભ્યને માત્ર તેના દ્વારા જમા કરાયેલા યોગદાનની રકમ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ સાથે પરત કરવામાં આવશે.

5 / 8
જો કોઈ સભ્ય 10 વર્ષ પછી પરંતુ 60 વર્ષની ઉંમર પહેલા યોજના છોડે છે, તો તેને તેના યોગદાનની સાથે પેન્શન ફંડ પર મળેલું વ્યાજ પણ પરત મળશે. સભ્યનું મોત થવા પર તેમનો જીવનસાથી યોજનાને આગળ ચાલુ રાખી શકે છે. જો કે, આ માટે તેમણે નિયમિત યોગદાન આપવું પડશે. જો 60 વર્ષની ઉંમર પછી પેન્શન મેળવતા સભ્યનું મૃત્યુ થાય છે, તો તેના નોમિની કે જીવનસાથીને 50 ટકા ફેમિલી પેન્શન મળશે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, બહુ ઓછા પૈસા જમા કરીને પણ વૃદ્ધાવસ્થા માટે પેન્શનની વ્યવસ્થા કરી શકાય છે.

6 / 8
ITR-3 : જો કોઈ વ્યક્તિ નિવૃત્તિ પછી પણ કન્સલ્ટન્સી, ફ્રીલાન્સિંગ, વ્યાવસાયિક પ્રેક્ટિસ અથવા વ્યવસાયમાંથી આવક મેળવે છે, તો તેમણે ITR-3 ફાઇલ કરવાની જરૂર પડી શકે છે.

7 / 8
બીજી એક વાત સમજવી જરૂરી છે કે, આ યોજનામાં 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયાનું નક્કી કરેલું પેન્શન મળે છે. આ મોંઘવારીના હિસાબે વધતું નથી. આથી ભવિષ્યની તમામ આર્થિક જરૂરિયાતો માટે માત્ર આ જ યોજના પર નિર્ભર રહેવાને બદલે બચત અને રોકાણના અન્ય વિકલ્પો પર પણ ધ્યાન આપવું જોઈએ.

8 / 8

3, 5, 10 કે 15 વર્ષ ? કયા ટાઈમ ફ્રેમની SIP પર મળે છે ‘સૌથી વધુ રિટર્ન’? જાણો આની પાછળનું ‘રહસ્ય’

Follow Us
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

g clip-path="url(#clip0_868_265)">