AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેકોર્ડ હાઈથી 21% તૂટ્યું ”સોનું’ ! ગભરાટ, પ્રોફિટ બુકિંગ કે પછી નવા આર્થિક યુગની શરૂઆત? હવે ‘Gold’ નું ભવિષ્ય શું?

સોનાના ભાવમાં આવેલો તાજેતરનો મોટો ઘટાડો હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. એવામાં સવાલ એ છે કે, વૈશ્વિક તણાવ અને મોંઘવારીની સ્થિતિ વચ્ચે પણ 'સોનું' કેમ નબળું પડી રહ્યું છે? આગામી સમયમાં રોકાણકારોએ શું કરવું જોઈએ?

| Updated on: May 29, 2026 | 6:51 PM
Share
છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં આવેલા ભારે ઘટાડાએ દુનિયાભરના રોકાણકારોને વિચારતા કરી મૂક્યા છે. ટૂંકમાં, જે સોનું થોડા સમય પહેલા સુધી સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવતું હતું, તે જ હવે ભારે ઉતાર-ચઢાવનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2023માં આશરે 1,800 ડોલર પ્રતિ ઔંસથી શરૂ થયેલી તેજીએ જાન્યુઆરી 2026 સુધીમાં સોનાને રેકોર્ડ 5,597 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચાડી દીધું હતું.

1 / 8
લગભગ 3 વર્ષમાં સોનાએ 200% થી વધુ રિટર્ન આપ્યું પરંતુ ત્યારબાદ અચાનક બજાર પલટાયું અને 'સોનું' આશરે 26% સુધી ગગડી ગયું. અત્યારે કિંમતો લગભગ 4,400 ડોલરની આસપાસ ચાલી રહી છે, જે તેના રેકોર્ડ હાઈથી 21% નીચે છે. સામાન્ય રીતે યુદ્ધ, મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાના સમયે 'સોનું' મજબૂત થાય છે. એવામાં અત્યારે પણ દુનિયામાં ઘણી કટોકટી (અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ, તેલની વધતી કિંમતો, ગ્લોબલ મોંઘવારી, ડોલર પર ઘટતો વિશ્વાસ અને મંદીની આશંકા) ચાલી રહી છે.

2 / 8
કેડિયા એડવાઈઝરી (Kedia Advisory) ના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે યુદ્ધ, મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાના સમયે સોનાના ભાવ વધે છે. આ સમયે પણ અમેરિકા-ઈરાન તણાવ, વધતી તેલની કિંમતો, ગ્લોબલ મંદીનો ડર અને ડોલર પર ઘટતો વિશ્વાસ જેવા કેટલાય મોટા જોખમ હાજર છે. આમ છતાંય સોનું નબળું પડ્યું છે.

3 / 8
આનું મુખ્ય કારણ દુનિયાભરની સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) દ્વારા વ્યાજ દર ઊંચા રાખવામાં આવ્યા તે છે. અમેરિકા સહિત કેટલાય દેશોમાં મોંઘવારી હજુ પણ નિયંત્રણ બહાર છે, તેથી વ્યાજ દર વધવાની શક્યતા બનેલી છે. આનાથી ડોલર અને બોન્ડ મજબૂત થયા છે, જેના કારણે રોકાણકારોનું વલણ હાલમાં સોના પરથી હટી રહ્યું છે. કેડિયા એડવાઈઝરીના મતે, સોનામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત તેજી આવી હતી. એવામાં કેટલાય મોટા રોકાણકારો અને ફંડ્સે ઊંચા સ્તરે નફો બુક કરવાનું (પ્રોફિટ બુકિંગ) શરૂ કરી દીધું. બજારમાં જ્યારે મોટી વેચવાલી આવે છે, ત્યારે કિંમતો પર દબાણ વધે છે.

4 / 8
કેટલાય રોકાણકારોએ જોખમ ઓછું કરવા અને કેશ ફ્લો (રોકડ પ્રવાહ) વધારવા માટે પણ સોનું વેચવાનું શરૂ કર્યું, જેનાથી ઘટાડો વધુ ઝડપી બન્યો. એવામાં જ્યારે બજારમાં ડર વધે છે, ત્યારે ઘણીવાર રોકાણકારો સોનું વેચીને રોકડા પૈસા જમા કરે છે. વર્ષ 2008 અને વર્ષ 2022માં પણ આવું જ થયું હતું. કેડિયા એડવાઈઝરી (Kedia Advisory) ના જણાવ્યા અનુસાર, સોનામાં આ પ્રકારનો મોટો ઘટાડો કોઈ નવી વાત નથી. વર્ષ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન સોનું પહેલા ઝડપથી વધ્યું પરંતુ પછીથી આશરે 34% સુધી ગગડી ગયું હતું.

5 / 8
આ જ રીતે વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ સમયે સોનામાં તેજી આવી પરંતુ યુએસ ફેડરલ રિઝર્વની કડક પોલિસીના કારણે કિંમતો લગભગ 22% તૂટી ગઈ હતી. ખાસ વાત એ રહી કે, બંને વખત મોટા ઘટાડા પછી સોનામાં લાંબાગાળાની મોટી તેજી જોવા મળી હતી. કેડિયા એડવાઈઝરી (Kedia Advisory) ના મતે, શોર્ટ ટર્મમાં સોના પર દબાણ બનેલું છે પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે, સોનાની લોન્ગ ટર્મ સ્ટોરી હજુ પણ મજબૂત છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, વર્ષ 2025માં વૈશ્વિક સ્તરે સોનાની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. સેન્ટ્રલ બેંકો સતત મોટાપાયે સોનું ખરીદી રહી છે. ચીન સતત 17 મહિનાથી પોતાના ગોલ્ડ રિઝર્વ (સોનાનો ભંડાર) વધારી રહ્યું છે, જ્યારે ભારત અને અન્ય ઉભરતા અર્થતંત્રો પણ સોનાને અનામત (રિઝર્વ) તરીકે મજબૂત કરી રહ્યા છે. 'સોનું' માત્ર એક રોકાણ નથી પરંતુ આર્થિક અને જીઓ-પોલિટિકલ સુરક્ષાનું સાધન બની રહ્યું છે.

6 / 8
માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જૂનથી ઓગસ્ટ 2026 સુધી સોનામાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ટેકનિકલ રીતે 5,100 ડોલરનું સ્તર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જો સોનું આની ઉપર ટકી શકતું નથી તો નબળાઈ ચાલુ રહી શકે છે. બીજી તરફ 4,100 ડોલર મજબૂત સપોર્ટ માનવામાં આવી રહ્યો છે. જો ગ્લોબલ ગભરાટ વધુ વધશે તો કિંમતો 3,450–3,500 ડોલર સુધી પણ જઈ શકે છે.

7 / 8
એક્સપર્ટ્સ હાલમાં એકસાથે મોટું રોકાણ (લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ) કરવાથી બચવાની સલાહ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે, તબક્કાવાર રીતે (એસઆઈપી કે કટકે-કટકે) રોકાણ કરવું વધુ સુરક્ષિત વ્યૂહરચના હોઈ શકે છે. જો આગામી મહિનાઓમાં વધુ ઘટાડો આવે છે, તો લાંબાગાળાના રોકાણકારો માટે આ એક સારી તક સાબિત થઈ શકે છે.

8 / 8

વર્ષ 2027 માં સોનું સસ્તું થશે કે વધારે મોંઘું ? માર્કેટના આ નવા આંકડાએ ઉડાવી દીધી બધાની ઊંઘ, જાણો અંદરની વાત…

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'

ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના

Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!

બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા

પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ

જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા

Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો

કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ

g clip-path="url(#clip0_868_265)">