AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું Wi-Fi રાઉટર ACની જેમ બ્લાસ્ટ થઈ શકે ? આ 4 સરળ ઉપાયોથી ઓવરહિટીંગથી બચાવો

Wi-Fi router overheating : આજના સમયમાં સતત ચાલતા Wi-Fi રાઉટર ઓવરહિટ થઈ શકે છે, જેનાથી ઇન્ટરનેટ ધીમું પડે છે કે સિગ્નલ નબળા પડે છે. આ સમસ્યા રાઉટરને નુકસાન પહોંચાડી તેનું આયુષ્ય ઘટાડી શકે છે.

| Updated on: May 29, 2026 | 5:31 PM
Share
આજના સમયમાં ઘરનું Wi-Fi રાઉટર લગભગ 24 કલાક સતત કાર્યરત રહે છે. ઇન્ટરનેટ, સ્માર્ટ ટીવી, મોબાઇલ અને અન્ય સ્માર્ટ ડિવાઇસને કનેક્ટ રાખવા માટે તે સતત કામ કરતું રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાંબા સમય સુધી સતત ચાલવાથી રાઉટર પણ વધુ ગરમ થઈ શકે છે?

1 / 6
સામાન્ય રીતે Wi-Fi રાઉટરને સુરક્ષિત ઉપકરણ માનવામાં આવે છે, પરંતુ નબળી હવાની અવરજવર, ધૂળ, વધુ ઉપયોગ અને ગરમ વાતાવરણના કારણે તે ઓવરહિટ થઈ શકે છે. જોકે રાઉટર ફાટવાના બનાવો ખૂબ જ દુર્લભ છે, પરંતુ ગંભીર ઓવરહિટીંગના કારણે ઉપકરણને નુકસાન પહોંચી શકે છે અથવા આગ લાગવાનો જોખમ પણ વધી શકે છે.

2 / 6
જો તમારું રાઉટર વારંવાર રીસ્ટાર્ટ થતું હોય, ઇન્ટરનેટ સ્પીડ અચાનક ધીમી પડી જાય અથવા Wi-Fi સિગ્નલ નબળું થઈ જાય, તો તે ઓવરહિટીંગના સંકેતો હોઈ શકે છે. ઘણા રાઉટર પોતાને સુરક્ષિત રાખવા માટે વધુ ગરમ થતાં જ આપમેળે રીબૂટ થાય છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો આંતરિક હાર્ડવેરને નુકસાન પહોંચી શકે છે અને રાઉટરનું આયુષ્ય ઘટી શકે છે.

3 / 6
રાઉટરને હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં હવાની અવરજવર સારી રીતે થતી હોય. તેને બંધ કેબિનેટ, ડ્રોઅર અથવા સાંકડી જગ્યામાં રાખવાથી ગરમી ઝડપથી વધે છે. ઉપરાંત, રાઉટરને સીધા સૂર્યપ્રકાશ, ટીવી, ગેમિંગ કન્સોલ, કમ્પ્યુટર અથવા અન્ય ગરમી ઉત્પન્ન કરતા ઉપકરણોની નજીક રાખવાનું ટાળવું જોઈએ.

4 / 6
રાઉટરમાં રહેલા વેન્ટ્સ દ્વારા ગરમી બહાર નીકળે છે. જો આ વેન્ટ્સમાં ધૂળ જમા થઈ જાય તો હવાનો પ્રવાહ અટકી જાય છે અને ઉપકરણ વધુ ગરમ થવા લાગે છે. તેથી સમયાંતરે રાઉટર બંધ કરીને તેની સફાઈ કરવી જરૂરી છે. આ માટે કમ્પ્રેસ્ડ એર અથવા કોટન સ્વેબનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, મહિનામાં ઓછામાં ઓછું એક વખત રાઉટર રીબૂટ કરવું જોઈએ. તેનાથી મેમરી રિફ્રેશ થાય છે અને બેકગ્રાઉન્ડમાં ચાલતી કામચલાઉ પ્રક્રિયાઓ દૂર થાય છે, જેનાથી રાઉટર પરનો ભાર ઘટે છે.

5 / 6
જો યોગ્ય સ્થાન અને નિયમિત સફાઈ છતાં રાઉટર વધુ ગરમ થતું રહે, તો તેની નજીક નાનો USB અથવા બેટરીથી ચાલતો પંખો રાખી શકાય છે. વધારાનો એરફ્લો રાઉટરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. આજકાલ બજારમાં એવા ઘણા એડવાન્સ રાઉટર પણ ઉપલબ્ધ છે જેમાં બિલ્ટ-ઇન કૂલિંગ ફેન આપવામાં આવ્યા હોય છે. યોગ્ય કૂલિંગ અને વેન્ટિલેશન માત્ર ઓવરહિટીંગ અટકાવતું નથી, પરંતુ રાઉટરનું આયુષ્ય પણ વધારવામાં મદદરૂપ બને છે.

6 / 6

Solar Panel for Home : તમારા ઘર માટે કેટલા kW સોલાર સિસ્ટમ જરૂરી છે ? 

Follow Us
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના

Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!

બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા

પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ

જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા

Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો

કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ

ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન

g clip-path="url(#clip0_868_265)">