Kutch Breaking News : કચ્છના મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર હોવાની આશંકા! જુઓ Video
ગુજરાતના કચ્છ દરિયાકાંઠે, મુન્દ્રા પોર્ટના એક જહાજ પર ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને કચ્છ SOGના દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 1 હજાર કરોડથી વધુ કિંમતનું અંદાજે 119 કિલો કોકેઈન ઝડપાયું હતું.
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કચ્છના મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર હોવાની આશંકા છે. એજન્સીઓને આશંકા છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ભારતમાં આ જથ્થો થોડો સંગ્રહિત કરીને તેના નાના પેકેટો બનાવી અન્ય દેશોમાં મોકલવાના હતા.
આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર હોવાની આશંકા
કૉચ્છના મુન્દ્રામાં કોસ્ટગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ગુજરાત ATSએ કચ્છના દરિયાકાંઠેથી કોકેઇન ઝડપાયુ હતું. તપાસમા NIAની ટીમ પણ જોડાઈ હતી. ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતુ તે અંગે તપાસ હજૂ પણ ચાલુ છે. 119 કિલો કોકેઇન પાછળ આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર હોવાની આશંકા છે. ડ્રગ્સનો જથ્થો મળ્યા બાદ એપ્લિકેશન કોલથી લોકેશન મળવાનું હતું. બે આફ્રિકન ડ્રગ્સ સપ્લાયર કોના કોના સંપર્કમા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો, Breaking News : શાળાઓ ખુલતાની સાથે જ સ્કૂલ વાહનોના ભાડા વધશે, વાલીઓનું બજેટ ખોરવાશે
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
