રાફેલ, પ્રચંડ સહિત કોમ્બેટ એરક્રાફ્ટની અવકાશમાં ગુંજ, જુઓ એશિયાના સૌથી મોટા Air Showની ઝલક, Photos
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરતી વખતે ગર્વ વ્યક્ત કર્યો હતો.

બેંગ્લોરમાં એરશો થઈ રહ્યો છે. તે ઘણી રીતે ખાસ છે. આ શોમાં ભારતના ટોચના ફાઈટર જેટ્સ, હેલિકોપ્ટર ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના દ્વિવાર્ષિક એરોસ્પેસ પ્રદર્શન 'એરો ઈન્ડિયા'નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શન બેંગલુરુમાં યાલહંકા મિલિટરી બેઝના પરિસરમાં પાંચ દિવસ સુધી ચાલશે.

તેમાં 809 સંરક્ષણ કંપનીઓ ઉપરાંત 98 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શનમાં રાફેલ, પ્રચંડ, લાઇટ કોમ્બેટ સહિત ઘણા ફાઇટર જેટ ભાગ લઇ રહ્યા છે.

જ્યારે રાફેલ આકાશમાં ગર્જના કરે છે, ત્યારે દુશ્મન પણ કંપી જાય છે. આજે દુનિયા આ પ્રદર્શન જોઈ રહી છે. આત્મનિર્ભર અભિયાન પછી ભારત સ્વદેશી હથિયારો પર ભાર આપી રહ્યું છે. HAL પણ આવા ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

મેડ ઇન ઇન્ડિયા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર 'પ્રચંડ' એરો ઇન્ડિયા શોમાં ઉડાન ભરશે. એરો શોમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ આ હેલિકોપ્ટરથી ઉડાન ભરશે. એલસીએચને ગયા વર્ષે સંરક્ષણ દળોમાં સામેલ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ 98 દેશો ભાગ લીધો હતો , 32 દેશોના સંરક્ષણ મંત્રીઓ પણ હાજર રહ્યા. આ ઉપરાંત 809 સંરક્ષણ કંપનીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

LAC તેજસ, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને પણ પ્રમોટ કરવામાં આવશે.