AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે સાવધાન રહેજો.. જામનગરમાં ઝડપાઇ હનીટ્રેપ ગેંગ, સોશિયલ મીડિયા પર યુવાનોને બનાવતા નિશાન, જુઓ Video

જામનગર પોલીસે ડિજિટલ યુગના યુવાનોને સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવી હનીટ્રેપ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. દમણ ખાતેથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

તમે સાવધાન રહેજો.. જામનગરમાં ઝડપાઇ હનીટ્રેપ ગેંગ, સોશિયલ મીડિયા પર યુવાનોને બનાવતા નિશાન, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2026 | 6:57 PM
Share

જામનગરમાં શહેરના યુવાનોને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હનીટ્રેપ કરતી એક શાતિર ગેંગ સક્રિય હોવાનો જામનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. જામનગર પોલીસને મળેલી બાતમીના આધારે, દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદ લઈને આ ગેંગના ચાર સભ્યોને દબોચી લેવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરવામાં આવી છે. આ કાર્યવાહી સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા બનાવો સામે પોલીસની સક્રિયતા દર્શાવે છે.

પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા મેસેજ મારફતે પ્રેમજાળમાં ફસાવ્યો

આ ગેંગની મોડસ ઓપરેન્ડીનો પોલીસે સંપૂર્ણપણે પર્દાફાશ કર્યો છે. સૌપ્રથમ, ગેંગના સભ્યો ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવતા હતા. ત્યારબાદ અનનોન વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા વાતચીત શરૂ કરતા અને તેમની સાથે ફ્રેન્ડશીપ કરતા હતા. ફ્રેન્ડશીપ ગાઢ બન્યા બાદ, તેઓ ભોગ બનનારને કોઈ જગ્યાએ મળવા માટે બોલાવતા હતા. પંચેશ્વર ટાવર પાસે રહેતા એક ફરિયાદીને પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા અને મોબાઈલ મેસેજ મારફતે પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવ્યા હતા.

બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી અપહરણ

જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારની મુલાકાત માટે આવતી, ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગેંગના અન્ય ચાર સાગરિતો ત્યાં ધસી આવતા હતા. તેઓ ફરિયાદીને બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી અપહરણ કરીને લઈ જતા હતા. મુલાકાતના સ્થળે જ વ્યક્તિને માર મારીને અથવા તો અપહરણ કરીને તેમની પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવવાના બનાવો ધ્યાનમાં આવ્યા છે. આ પ્રકારના અનેક બનાવો અલગ અલગ સ્થળોએ આચરાયા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ ભૂતકાળમાં જામનગર, રાજકોટ, પોરબંદર, મોરબી સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આચરેલા અનેક ચોંકાવનારા ગુનાઓની કબૂલાત કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે આ જ પ્રકારે, આ જ મોડસ ઓપરેન્ડી દ્વારા અગાઉ છ કે સાત કે તેથી પણ વધારે લોકો સાથે ચીટિંગ અને હનીટ્રેપિંગ કરવામાં આવ્યું છે.

આ ઘટનાને પગલે, જામનગર પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણી યુવતીઓ કે વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા પહેલા અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિ સાથે ઓનલાઇન સંપર્ક કરતા પહેલા તેની ખરાઈ કરવી અને શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા જણાવાયું છે. આ પ્રકારે સાવચેતી રાખવાથી આવી છેતરપિંડીનો ભોગ બનવાથી બચી શકાય છે.

વિકાસના દાવા વચ્ચે ગુજરાતના આ ગામમાં જળસંકટ ! બોર્ડર વટી મધ્યપ્રદેશથી લાવવું પડે છે પાણી, જુઓ Video

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">