GIFT City, આબુ કે દમણ…ક્યાં મળે છે સૌથી સસ્તો દારૂ ? જાણો
ધ ઈન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઈન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરાયેલા સર્વે અનુસાર, દેશના દરેક રાજ્યમાં દારૂના ભાવ અલગ-અલગ હોય છે. દારૂના ભાવમાં તફાવત હોવા પાછળ ઘણા કારણો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, Gift City, આબુ કે દમણ સૌથી સસ્તો દારૂ ક્યાં મળે છે.

ધ ઈન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઈન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરાયેલા સર્વે અનુસાર દેશના દરેક રાજ્યમાં દારૂના ભાવ અલગ-અલગ હોય છે.

દરેક રાજ્યોમાં અલગ-અલગ ભાવ હોવા પાછળનું કારણ રાજ્ય દ્વારા લગાવવામાં આવતો ટેક્સ છે. દરેક રાજ્યમાં ટેક્સ અલગ અલગ હોય છે, જ્યાં ટેક્સ ઓછો હોય ત્યાં દારૂની કિંમત પણ ઓછી હોય છે.

રાજસ્થાનમાં દારૂ પર 69 ટકા ટેક્સ લાગે છે. એટલે રાજસ્થાનના આબુમાં તમને Gift City કરતાં સસ્તો દારૂ મળશે, પરંતુ દમણ કરતાં આબુમાં દારૂની કિંમત વધારે છે.

દમણ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. કેન્દ્ર શાસિત હોવાને કારણે રાજ્યના કર લાગુ થતા નથી. તેથી દારુ પર ત્યાં કર ઓછો છે. જેના કારણે રાજસ્થાન અને Gift City કરતાં દમણમાં સૌથી સસ્તો દારૂ મળે છે.

હવે વાત કરીએ ગુજરાતના Gift Cityની તો, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળી છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ પર વધારે ટેક્સ લાગે છે, જેના કારણે દમણ અને આબુની સરખામણીએ Gift Cityમાં દારૂ તમને મોંઘો મળશે. (Image - Social Media)
