પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધનતેરસના પાવન અવસરે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, સૂવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજાનો લીધો લાભ- જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધનતેરસના તહેવાર નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. પરિવાર સાથે રૂપાણીએ સોમનાથ મહાદેવને જળાભિષેક કરી સુવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજાનો લાભ લીધો હતો.

ગીરસોમનાથ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધનતેરસના તહેવારે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કર્યો હતો.

ધનતેરસના પવિત્ર દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સપરિવાર સોમનાથ મહાદેવની સુવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ તકે તેમની સાથે નીતિન ભારદ્રાજ અને તેમના પરિવારજનો તેમજ સ્નેહીઓ જોડાયા હતા.

સોમનાથ તીર્થમાં નૂતન રામ મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ રામ નામ લખી પ્રારંભ કરાયેલા સોમનાથથી અયોધ્યા શ્રી રામનામ લેખન યજ્ઞમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા હતા.

સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે શ્રી રામ નામ મંત્ર લેખનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનુ નાનુ સરખુ પણ યોગદાન આપ્યુ.

વિજય રૂપાણીએ દેશની એક્તા માટે સોમનાથ ટ્રસ્ટના રામનામ લેખન યજ્ઞ માટે ટ્રસ્ટને અભિનંદન પણ પાઠવ્યા. Input Credit- Yogesh Joshi- Gir Somnath