Shahi Paneer Recipe : ઢાબા સ્ટાઈલમાં ઘરે બનાવો શાહી પનીર, એક વાર ખાશો વારંવાર કરશો યાદ
ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે શાહી પનીર બનાવવાની રેસિપી જણાવીશું.

શાહી પનીર ઘરે બનાવવા માટે પીનર, ટામેટા, લીલા મરચાં, આદું, ઘી અથવા તેલ, જીરું, ધાણા પાઉડર, લાલ મરચું, મલાઈ ક્રીમ, ગરમ મસાલો, લીલા ધાણા, મીઠું સહિતની સામગ્રીની જરુર પડશે.

શાહી પનીર બનાવવા માટે સૌથી પહેલા ફ્રેશ પનીરના ટુકડા કરી લો. ત્યારબાદ એક પેનમાં ઘી અથવા બટર લઈને પનીર બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

હવે પલાળેલા કાજુને મિક્સર જારમાં લઈને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ હવે એક મિક્સર જારમાં કાપેલા ટામેટા, આદુ અને લીલા મરચાં નાખી તેની પેસ્ટ બનાવી લો.

એક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડવા દો, પછી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, હળદર પાઉડર અને ધાણા પાઉડર મિક્સ કરો. આ પછી તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો.

ગ્રેવીમાંથી તેલ છુટુ પડી જાય એટલે તેમાં કાજુની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ફરી આ ગ્રેવીમાંથી તેલ છુટુ પડે એટલે થોડુ પાણી ઉમેરી તેને ઉકળવા દો. હવે તેમાં શાહી પનીરનો મસાલો ઉમેરો.

ગ્રેવી ઉકળી જાય એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરો. હવે આ શાકને ઢાંકીને 6-7 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ થોડોક ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી હવે થોડી ક્રીમ ઉપર નાખી સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.