AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બીજે ક્યાંય જોવાની જરૂર નથી! 450% એબ્સોલ્યુટ રિટર્ન સાથે આ બન્યું ‘દેશનું નંબર 1’ ફંડ, આંખ બંધ કરીને રોકાણ કરી શકાય

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રોકાણકારો મૂંઝવણમાં છે કે, આખરે રોકાણ ક્યાં કરવું? એવામાં એક સ્મોલ કેપ ફંડ એવો છે કે, જેને રોકાણકારોના પૈસા 4.5 ગણા કર્યા છે અને 450% એબ્સોલ્યુટ રિટર્ન સાથે 'દેશનું નંબર 1' ફંડ બન્યું છે.

| Updated on: Apr 15, 2026 | 3:25 PM
Share
માર્ચ મહિનામાં ઇનફ્લો (નવા રોકાણ)ની દ્રષ્ટિએ આ ફંડ દેશનું નંબર 1 'સ્મોલ કેપ ફંડ' બન્યું છે. માર્ચ મહિનામાં આ સ્કીમમાં ₹1,571.93 કરોડનું રોકાણ આવ્યું છે, જે સ્મોલ કેપ કેટેગરીમાં સૌથી વધુ છે. લોન્ચ થયા બાદ આ ફંડે સતત મજબૂત પ્રદર્શન કર્યું છે અને માત્ર 6 વર્ષમાં રોકાણકારોના નાણાં 4.5 ગણા કરી દીધા છે. મજબૂત પોર્ટફોલિયો અને શ્રેષ્ઠ ફંડ મેનેજમેન્ટના કારણે આ સ્મોલ કેપ ફંડ રોકાણકારોની પહેલી પસંદ (Mutual Fund) બની ગયું છે.

1 / 8
ફેબ્રુઆરી 2020 માં લોન્ચ થયા પછી, આ ફંડે લમ્પસમ રોકાણ પર વાર્ષિક 28.33% અને SIP રોકાણ પર વાર્ષિક 25% ના દરે વળતર આપ્યું છે. 31 માર્ચ 2026 સુધીમાં આ ફંડની કુલ સંપત્તિ (AUM) ₹20,474.12 કરોડ પર પહોંચી ગઈ છે. ફંડના પોર્ટફોલિયોમાં મુખ્યત્વે ફાઇનાન્સ, ફાર્મા, બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના સ્ટોક્સ છે. વેલ્યુ રિસર્ચ દ્વારા આ ફંડને 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે અને તેણે લોન્ચિંગથી અત્યાર સુધી તેના બેન્ચમાર્કને પણ પાછળ છોડી દીધો છે.

2 / 8
'બંધન સ્મોલ કેપ ફંડ' 25 ફેબ્રુઆરી, 2020 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. 31 માર્ચ, 2026 સુધીમાં આ ફંડનું કુલ AUM 20,474.12 કરોડ રૂપિયા અને 13 એપ્રિલ, 2026 ના રોજ તેની લેટેસ્ટ NAV 44.775 રૂપિયા નોંધાઈ છે. ફંડનો રેગ્યુલર એક્સપેન્સ રેશિયો 1.62% અને ડાયરેક્ટ એક્સપેન્સ રેશિયો 0.49% છે. આ ફંડમાં લમ્પસમ રોકાણ માટે ઓછામાં ઓછા 1000 રૂપિયા અને SIP માટે 100 રૂપિયાથી શરૂઆત કરી શકાય છે. જો રોકાણકાર એક વર્ષ પહેલાં પોતાના યુનિટ પાછા ખેંચે છે, તો તેને 1% એક્ઝિટ લોડ ચૂકવવો પડશે.

3 / 8
પ્રદર્શનની વાત કરીએ તો, લોન્ચિંગથી અત્યાર સુધી આ ફંડે વાર્ષિક 28.33% રિટર્ન આપ્યું છે. જો કોઈએ શરૂઆતમાં 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેની વર્તમાન કિંમત 4,47,550 રૂપિયા હોત, જે બેન્ચમાર્ક BSE 250 Smallcap ના 3,18,195 રૂપિયા કરતા ઘણી વધારે છે. SIP રોકાણકારો માટે પણ આ ફંડે છેલ્લા 6 વર્ષમાં 25% વાર્ષિક રિટર્ન આપ્યું છે. જો 1,00,000 રૂપિયાનું શરૂઆતી રોકાણ અને દર મહિને 10,000 રૂપિયાની SIP કરવામાં આવી હોય, તો 6 વર્ષમાં કુલ 8,20,000 રૂપિયાનું રોકાણ વધીને 19,06,621 રૂપિયા થયું હોય, તેવું કહી શકાય.

4 / 8
બંધન સ્મોલ કેપ ફંડના પોર્ટફોલિયોમાં રોકાણની વિવિધતા જોવા મળે છે, જેમાં ટોપ 10 હોલ્ડિંગ્સમાં REC (3.56%) અને Sobha (3.47%) મુખ્ય સ્થાને છે. આ ઉપરાંત LT Foods, The South Indian Bank, Arvind અને PNB Housing Finance જેવી કંપનીઓમાં પણ મહત્વનું રોકાણ કરવામાં આવ્યું છે. ફંડના પોર્ટફોલિયોમાં હોસ્પિટલ, શિપિંગ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવા મજબૂત શેરોનો પણ સમાવેશ થાય છે.

5 / 8
સેક્ટર મુજબના રોકાણ પર નજર કરીએ તો, આ ફંડમાં સૌથી વધુ હિસ્સો ફાઇનાન્સ સેક્ટર (11.93%) નો છે. ત્યારબાદ રિયલ્ટી (7.55%), ફાર્મા (7.48%) અને બેંકિંગ (7.34%) સેક્ટરમાં મોટું રોકાણ છે. ફંડે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ અને એગ્રીકલ્ચર ફૂડ જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ પોતાનું રોકાણ જાળવી રાખ્યું છે. આ વિવિધતા ફંડને જોખમ ઘટાડવામાં અને લાંબાગાળે સારું વળતર આપવામાં મદદરૂપ બને છે.

6 / 8
સ્મોલ કેપ ફંડ્સ મુખ્યત્વે એવી કંપનીઓમાં રોકાણ કરે છે કે, જે માર્કેટ કેપિટલાઇઝેશનમાં 250મા ક્રમ પછી આવે છે. આ ઊભરતી કંપનીઓ હોવાથી તેમાં ગ્રોથની સંભાવના ઘણી વધારે હોય છે, જે લાંબાગાળે રોકાણકારોને ઊંચું વળતર મેળવવામાં મદદ કરે છે. જો કે, આ ફંડ્સ બજારના ઉતાર-ચઢાવ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે, તેથી જે રોકાણકારો જોખમ લેવાની તૈયારી ધરાવતા હોય તેમના માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, SIP દ્વારા રોકાણ કરવાથી સમય જતાં બજારનું જોખમ ઘટાડી શકાય છે.

7 / 8
બીજી તરફ, સ્મોલ કેપ ફંડ્સમાં માર્કેટ રિસ્ક અને વોલેટિલિટી વધુ હોવા જેવા કેટલાક ગેરફાયદા પણ છે. લાર્જ અને મિડ કેપની સરખામણીએ અહીં લિક્વિડિટી ઓછી હોય છે તેમજ આ કંપનીઓ આર્થિક મંદીથી ઝડપથી પ્રભાવિત થાય છે. ટૂંકાગાળામાં સ્મોલ-કેપ ફંડ્સ બજારના વધઘટ માટે વધુ સંવેદનશીલ હોય છે. આથી, ઓછામાં ઓછા 5 વર્ષ માટે તેમાં રોકાણ કરવું સલાહભર્યું માનવામાં આવે છે. લાંબાગાળાના રોકાણથી કંપનીઓને સ્થિર થવાનો અને વિકસવાનો પૂરતો સમય મળે છે, જે અંતે રોકાણકાર માટે નફાકારક સાબિત થાય છે.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: ₹1 લાખ છોડો, માત્ર ₹50,000 હોય તો પણ આ રીતે કરો રોકાણ, યુદ્ધના માહોલમાં પોર્ટફોલિયો બનશે ‘સંકટ સમયની સાંકળ’

Follow Us
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

g clip-path="url(#clip0_868_265)">