AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ શેરમાં તોફાની તેજીના એંધાણ ! ₹6,000ને પાર કરી શકે છે ભાવ, એક્સપર્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યારે એક એવા શેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જે આગામી દિવસોમાં રોકાણકારોના નસીબ બદલી શકે તેમ છે. એક તરફ 30 એપ્રિલે કંપનીના પરિણામો જાહેર થવાના છે, તો બીજી તરફ માર્કેટના દિગ્ગજોએ આ સ્ટોક પર એક એવો મોટો ટાર્ગેટ આપ્યો છે કે, જેનાથી બજારમાં હલચલ મચી ગઈ છે.

| Updated on: Apr 15, 2026 | 7:44 PM
Share
ઓટોમોબાઈલ સેક્ટરમાં ટુ-વ્હીલર કંપનીના ભવિષ્યને લઈને દિગ્ગજોનો ભરોસો વધુ મજબૂત થતો જણાય છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ (MOSL) ના તાજેતરના અહેવાલ બાદ ઓટોમોબાઈલ સેક્ટરમાં હલચલ તેજ થઈ ગઈ છે. બ્રોકરેજ હાઉસે આ ટુ-વ્હીલર કંપની પર Buy રેટિંગ જાળવી રાખતા 6,205 રૂપિયાનો પ્રાઇસ ટાર્ગેટ જાહેર કર્યો છે. કંપની આગામી 30 એપ્રિલ 2026 ના રોજ ચોથા ક્વાર્ટરના (Q4 FY26) પરિણામો પણ જાહેર કરવાની છે. બજારની નજર કંપનીના ગાઇડન્સ અને માર્જિન સ્ટેબિલિટી પર ટકેલી હશે.

1 / 5
મોતીલાલ ઓસવાલની આ તેજી પાછળનું સૌથી મોટું કારણ વધતી માંગ અને કંપનીનું બદલાતું પ્રોડક્ટ મિક્સ છે. લાંબા સમયની સુસ્તી બાદ, સારા ચોમાસા અને ગ્રામીણ આવકમાં સુધારાએ એન્ટ્રી-લેવલ મોટરસાયકલ (100cc-110cc) સેગમેન્ટમાં નવો જીવ ફૂંક્યો છે. હીરો, જેની ગ્રામીણ બજારમાં પકડ સૌથી મજબૂત છે, તે આનો સીધો લાભાર્થી બનીને ઉભરી રહ્યું છે. હીરોએ છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં 125cc સેગમેન્ટમાં પોતાનો હિસ્સો ઝડપથી વધાર્યો છે. Xtreme 125R અને Glamour ના નવા અવતારને યુવાનોનો સારો પ્રતિસાદ મળ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે, આ સેગમેન્ટ કંપનીના માર્જિનમાં સુધારો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

2 / 5
Destini અને Xoom જેવી બ્રાન્ડ્સ સાથે કંપની હવે શહેરી ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહી છે. પ્રીમિયમ સ્કૂટર્સ હવે હીરોની કુલ સ્કૂટર વોલ્યુમનો લગભગ 50% થી વધુ હિસ્સો કવર કરી રહ્યા છે, જે પ્રતિ યુનિટ પ્રોફિટની દ્રષ્ટિએ સકારાત્મક છે. ભારતીય બજારની સાથે ગ્લોબલ માર્કેટમાં પણ હીરો ડંકો વગાડી રહી છે. કોલંબિયા અને આફ્રિકાના દેશોમાં નેટવર્ક વિસ્તરણને કારણે, નાણાકીય વર્ષ 2026 માં કંપનીએ નિકાસમાં લગભગ 40% નો મોટો ઉછાળો નોંધાવ્યો છે.

3 / 5
મોતીલાલ ઓસવાલના અંદાજ મુજબ, હીરો મોટોકોર્પ નાણાકીય વર્ષ 2025 થી 2028 વચ્ચે 11% ની રેવન્યુ (Revenue) અને EBITDA ગ્રોથ નોંધાવી શકે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં 'વિડા' (Vida) ના વિસ્તરણ અને નવા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કંપની ભવિષ્યની ટેકનોલોજી માટે પણ તૈયાર દેખાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે, હીરો મોટોકોર્પ પોતાની જૂની છબી તોડીને હવે એક પ્રીમિયમ અને ટેકનોલોજી-ફોકસ્ડ કંપની તરીકે ઉભરી રહી છે. જો કે, કાચા માલની કિંમતોમાં ઉતાર-ચઢાવ અને ઈવી સેગમેન્ટમાં વધતી સ્પર્ધા પર નજર રાખવી જરૂરી છે.

4 / 5
હીરો મોટોકોર્પનો શેર બીએસઈ પર છેલ્લા ટ્રેડિંગ દિવસે 5246.65 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. એક વર્ષ દરમિયાન કંપનીના શેરનો લઘુત્તમ સ્તર 3,633.40 રૂપિયા રહ્યો હતો, જ્યારે મહત્તમ સ્તર 6,390 રૂપિયા રહ્યો હતો. આ રેટ પર કંપનીનું માર્કેટ કેપ 1,04,980.10 કરોડ રૂપિયા છે. હીરો મોટોકોર્પના શેરે એક વર્ષ દરમિયાન 43.12 ટકા રિટર્ન આપ્યું છે. વળી, આ રિટર્ન 3 વર્ષ દરમિયાન 114.36 ટકા રહ્યું છે. આ ઉપરાંત કંપનીનું 5 વર્ષનું રિટર્ન 83.19 ટકા રહ્યું છે. હીરો મોટોકોર્પ સતત સારું ડિવિડન્ડ આપી રહી છે. કંપનીએ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રતિ શેર 110 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. 27 જુલાઈ 2025 ના રોજ પણ પ્રતિ શેર 65 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. તે પહેલા 12 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રતિ શેર 100 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: ₹1 લાખ છોડો, માત્ર ₹50,000 હોય તો પણ આ રીતે કરો રોકાણ, યુદ્ધના માહોલમાં પોર્ટફોલિયો બનશે ‘સંકટ સમયની સાંકળ’

Follow Us
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

g clip-path="url(#clip0_868_265)">