AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દવાઓ ભૂલી જશો… સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી શરીરમાં અંદરથી શું બદલાય છે ?

ખજૂર તો આપણે બધા ખાતા હોઈએ છીએ પણ શું તમને ખબર છે કે, સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી તમારા શરીરમાં અંદરથી શું બદલાય છે? હેલ્થ એક્સપર્ટના મતે, જો દરરોજ સવારે ખાલી પેટે ખજૂર ખાવાની સાચી રીત અપનાવવામાં આવે, તો શરીરમાં એવા ફેરફારો થાય છે કે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

| Updated on: Sep 02, 2026 | 6:15 PM
Share
ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી કમ નથી. પોષક તત્વોથી ભરપૂર ખજૂર માત્ર આપણા શરીરને ઊર્જા જ નથી આપતું પરંતુ ઘણી ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ મદદરૂપ છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ખજૂર એક સુપરફૂડ છે. તેને પોષક તત્વોનો પાવરહાઉસ કહેવામાં આવે છે. જો તેને ખાવાની સાચી રીત અપનાવવામાં આવે, તો તે શરીરને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે.

1 / 5
ખજૂરમાં નેચરલ સુગર જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ વિપુલ પ્રમાણમાં હોય છે. તેને ખાવાથી શરીરને તુરંત ઊર્જા મળે છે, જે થાક અને નબળાઈને દૂર કરવામાં મદદરૂપ છે. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ડાયેટરી ફાઇબર મળી આવે છે, જે પાચનક્રિયાને દુરસ્ત રાખે છે અને કબજિયાતની સમસ્યામાંથી રાહત અપાવે છે.

2 / 5
ખજૂરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને સેલેનિયમ જેવા મિનરલ્સ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને ઓસ્ટીયોપોરોસીસ જેવી સમસ્યાઓથી બચાવે છે. ખજૂર આયર્નનો એક સારો સ્ત્રોત છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને લોહીની અછત દૂર થાય છે.

3 / 5
ખજૂર પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા અને હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તે માનસિક તાકાત અને યાદશક્તિને સારી બનાવવાની સાથે સાથે ડિમેન્શિયાના જોખમને ઓછું કરવામાં પણ મદદરૂપ છે.

4 / 5
વધુમાં જે લોકો દૂબળા-પાતળા છે અને સ્વસ્થ રીતે પોતાનું વજન વધારવા માંગે છે, તેમના માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. નિયમિતપણે તેનું સેવન કરવાથી ઝડપથી વજન વધે છે. વિટામિન સી અને ડી થી ભરપૂર હોવાને કારણે ખજૂર ત્વચાની ઇલાસ્ટિસીટી (લવચીકતા) જાળવી રાખે છે, કરચલીઓ રોકે છે અને વાળને અંદરથી પોષણ આપે છે.

5 / 5
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાગરૂકતા માટે છે. તેને કોઈ પણ પ્રકારની તબીબી સલાહ, રોગનિદાન કે સારવારનો વિકલ્પ ન ગણવો. સ્વાસ્થ્યને લગતી કોઈપણ સમસ્યા અથવા લક્ષણો દેખાય ત્યારે તુરંત જ તમારા ડૉક્ટર અથવા યોગ્ય તબીબી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકનો ખતરો કેમ વધે છે? આ 5 ભૂલ પડી શકે છે ભારે !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">