IRCTC : શું તમે Railway Station પર સ્ટોલ ખોલવા માગો છો? કેવી રીતે મળશે શોપ, કેટલું ભાડું ચૂકવવું પડશે,જાણો તમામ વિગત
Railway Station Shop Tender : જો તમારે રેલવે સ્ટેશન પર તમારી દુકાન ખોલવી હોય તો તમારે શું કરવું પડશે. કેટલું ભાડું ચુકવવું પડશે. આખી પ્રોસેસ શું હશે અને ક્યાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આખી વિગતો જાણો.

Railway Station Shops : ભારતીય રેલવે દરરોજ 13 હજારથી વધુ પેસેન્જર ટ્રેનો ચલાવી રહી છે. દેશમાં લગભગ 7,349 રેલવે સ્ટેશન છે, જેમાં દરરોજ 2 કરોડથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં તમે દરરોજ આ સ્ટેશનો પર આવતા હજારો મુસાફરો પાસેથી લાખો કમાઈ શકો છો.

આ રીતે ખોલો સ્ટેશન પર દુકાન : હા, જો તમે સારો બિઝનેસ આઈડિયા શોધી રહ્યા છો, તો તમે રેલવે સ્ટેશન પર ચા-કોફી, ફૂડ સ્ટોલ અથવા બુક સ્ટોલ જેવી દુકાન ખોલી શકો છો. તમે આ રેલવે સ્ટેશનો પર માત્ર ચા અને નાસ્તો વેચીને સારી એવી કમાણી કરી શકો છો. જો કે આ માટે તમારે કેટલીક નક્કી કરેલી પ્રક્રિયાને અનુસરવી પડશે. અમને જણાવો કે તમે રેલવે સ્ટેશન પર તમારી દુકાન કેવી રીતે ખોલી શકો છો.

સમયાંતરે બહાર પાડે છે ટેન્ડર : આજના સમયમાં મુસાફરોને રેલવે સ્ટેશનો પર પણ એરપોર્ટ જેવી સુવિધા મળી રહી છે. સ્વચ્છ વેઈટિંગ એરિયા થી લઈને હાઈ-ટેક કાફે અને રેસ્ટોરન્ટ સુધી બધું જ છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશનો પર દુકાનો ખોલવા માટે સમયાંતરે ટેન્ડર બહાર પાડે છે. આ ટેન્ડર મેળવીને તમે રેલવે સ્ટેશન પર તમારી મનપસંદ દુકાન સરળતાથી ખોલી શકો છો.

ટેન્ડર ક્યાંથી મળશે? : રેલવે સ્ટેશન પર દુકાન ખોલવા માટે તમે IRCTC ના કોર્પોરેટ પોર્ટલ પર એક્ટિવ ટેન્ડર ચકાસી શકો છો. આ ઉપરાંત અલગ-અલગ ઝોનના રેલવે પણ તેમના પોર્ટલ પર ટેન્ડરોની માહિતી આપતા રહે છે. તમે જે પ્રકારની દુકાન ખોલવા માંગો છો તેની યોગ્યતાને ધ્યાનમાં રાખીને આ ટેન્ડર ભરી શકાય છે. આ માટે તમારે 40 હજારથી 3 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આ ફી દુકાનના સ્થાન અને કદના આધારે બદલાઈ શકે છે.

કેવી રીતે અરજી કરી શકાય? : રેલવે સ્ટેશનો પર દુકાન ખોલવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે દુકાન માટે જગ્યા મેળવવી. આવી સ્થિતિમાં તમે IRCTCની કોર્પોરેટ વેબસાઇટ અને ઝોનની ઓફિશિયલ વેબસાઇટ સમયાંતરે તપાસી શકો છો. રેલવે ટેન્ડર સંબંધિત તમામ માહિતી અહીં શેર કરે છે. જો તમે પણ રેલવે સ્ટેશન પર દુકાન ખોલવા માંગતા હોવ તો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ જેવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ.
