શું તમે જાણો છો અબજોપતિ એલોન મસ્કના એક એક રૂપિયાનો હિસાબ કોણ રાખે છે ?
એક યુવાન જે દિલ્હીની ગલીઓમાંથી કારકિર્દીની શરૂઆત કરે છે અને તેની મહેનતથી આગળ વધીને દુનિયાની સૌથી મોટી કંપનીનો મુખ્ય નાણાકીય અધિકારી બની જાય છે. તો ચાલો જાણીએ કે, આ મુખ્ય નાણાકીય અધિકારી કોણ છે, તેનો પગાર કેટલો છે અને એલોન મસ્ક સાથે તેનો શું સંબંધ છે.

ભારતીય મૂળના વૈભવ તનેજા હાલમાં એલોન મસ્કની કંપની Teslaના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) તરીકે કાર્યરત છે. વર્ષ 2024માં વૈભવ તનેજા $139.5 મિલિયન (અંદાજે ₹1160 કરોડ)ની આવક સાથે વિશ્વના સૌથી વધુ પગાર ધરાવતા CFO બન્યા છે.

તેમની આવકનો મોટો ભાગ સ્ટોક ઓપ્શન્સ અને ઈક્વિટી એવોર્ડ્સથી આવેલો છે, જ્યારે તેમનો મૂળ વાર્ષિક પગાર માત્ર $4,00,000 હતો. આ પગારના આધારે તેમણે માઈક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા અને ગૂગલના સીઇઓ સુંદર પિચાઇને પણ પાછળ છોડી દીધા છે.

વૈભવ તનેજાએ પોતાની કારકિર્દીની શરૂઆત ભારતમાં કરી હતી. તેમણે 1999માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કોમ પૂર્ણ કર્યું અને 2000માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બની ગયા. ત્યારબાદ 2006માં તેઓ Certified Public Accountant (CPA) બન્યા અને વિશ્વપ્રસિદ્ધ કંપની PwC (PricewaterhouseCoopers) સાથે કામ કર્યું.

2016માં વૈભવે SolarCity કંપનીમાં જોડાયા, જે પછી ટેસ્લા સાથે મર્જ થઈ ગઈ. 2017માં તેઓ ટેસ્લામાં 'Assistant Corporate Controller' તરીકે જોડાયા હતા. ત્યારબાદ 2018માં તેઓ Corporate Controller, 2019માં Chief Accounting Officer અને છેલ્લે ઓગસ્ટ 2023માં તેઓ CFO બન્યા.

જણાવી દઈએ કે, વૈભવ તનેજા 'Tesla India Motors & Energy Pvt. Ltd.'ના ડાયરેક્ટર તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
