દિવાળી 2023: રાજકોટમાં આતશબાજી, આકાશમાં જોવા મળ્યા રંગબેરંગી રંગોળી જોવા દ્રશ્યો, જુઓ તસ્વીરો

આતશબાજીના કાર્યક્રમ દરમિયાન ડૉ.ભરત બોઘરાએ હાજર રહીને કહ્યું કે આપણે સૌ માં ભગવતીને પ્રાર્થના કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલી શક્તિ આપે કે આપણો દેશ વિશ્વની મહાસત્તા બને. હવે આગામી 21 જાન્યુઆરી 2024ના રોજ બીજી દિવાળી ઉજવીશું. કેમકે ત્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આપણા સૌ માટે એ દિવ્ય અવસર બની રહેશે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Nov 10, 2023 | 11:02 PM
દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે આજે ધનતેરસના દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાતી આતશબાજીમાં રંગબેરંગી દ્રશ્યો જોવા મળ્યા.

1 / 5
આખું ગ્રાઉન્ડ શહેરીજનોથી ખચોખચ ભરાઈ ગયું હતું, ત્યારે હજારો લોકો રેસકોર્સ રીંગરોડ પર બેસીને આતશબાજી રંગોળીનો નજારો નિહાળતા જોવા મળ્યા હતા.

2 / 5
આજે જે આતસભાજી યોજવામાં આવી તે આતશબાજીમાં કોમેન્ટ, માઈનસ, 240 મલ્ટી કલર શોર્ટ, 120 મલ્ટીક્લર શોટ, 100 મેજિકલ શોર્ટ, સાઈરન શોટ, 200ftનો નાયગ્રા, હેપી દિવાલી લખેલો બોર્ડ, પીકોક થ્રી ઈન વન, ખજુરી, સૂર્યમુખી ટ્રી પંપ, ગોલ્ડન સ્ટાર ટ્રી ઈલેક્ટ્રીક, ખજુરી અશોક ચક્ર, વિવિધ અવનવા ફટાકડાનો નજારો જોવા મળ્યો હતો.

3 / 5
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી 40 વર્ષ પૂર્વે ધનતેરસના પર્વ પર આતશબાજી યોજવાની પરંપરા શરુ કરવામાં આવી હતી અને એ વખતે 10 મિનિટ જેવા સમય માટે આતશબાજી કરવામાં આવી હતી.

4 / 5
જોકે આતાશબાજીની આ પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવવામાં આવી છે અને તેમાં સતત એક કલાક સુધી અવનવી વેરાયટીની આતશબાજી દ્વારા આકાશીય રંગોળી રચવામાં આવે છે. સાથોસાથ, મેયર અને ચેરમેન એ કમિશ્નરે હાજર રહીને શહેરીજનોને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">