દિવાળીના 5 દિવસ તમારા ઘરના આંગણે મુકો આ ડેકોરેટિવ દિવડા, લાગશે એકદમ યુનિક, રંગબેરંગી અને આકર્ષક, જુઓ ફોટો
દિવાળીમાં 5 દિવસ લોકો પોતાના ઘરના બારણે અને ગેલેરીમાં અલગ અલગ પ્રકારના દીવડા કરતા હોય છે. ત્યારે અમે તમને જણાવીશું એકદમ યુનિક, રંગબેરંગી અને આકર્ષક તથા તમારા ઘરની અલગ જ સુંદરતા લોકો વચ્ચે દેખાય તેવા દિવડાઓ વિશે.


દિવાળીમાં દિવડા પ્રગટાવવાનું એક આધ્યત્મિક મહત્વ છે. દિવાળીમાં દીવડાઓ એટલે માટીનું કોડિયું, તેલ અને રૂ ની દિવેટ. આજે દિવાળીના પરંપરાગત દિવડાઓનું ટ્રાન્સફોર્મેશન થઈને સુંદર ડેકોરેટિવ અને ઈલેક્ટ્રીક દીવડાઓએ સ્થાન લીધું છે. એવું મનાય છે કે દિવાળીના તહેવારમાં દીવડાઓ પ્રગટાવાથી ઘરમાંથી અંધકાર દૂર થાય છે અને ઉજાસ ફેલાય છે. જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.

બદલાતા જતા સમયની સાથે દિવડાઓના સ્વરૂપ પણ બદલાયા છે. માટીના દિવડાની સાથે ખૂબ જ સુંદર, રંગબેરંગી, આકર્ષક એવા દીવડાઓ બજારમાં ઉપલબ્ધ છે. લિડીંગ એજના ફાઉન્ડર અને ડિઝાઇનર પારુલ ઠક્કરે જણાવ્યું કે આ ડિઝાઈનર દીવડા આભલા, પોચકા, મોતી, ગજરા, આર્ટિફિશિયલ ડાયમંડ, વિવિધ પ્રકારના સ્ટોનસ, એક્રેલિક અને વુડન સીટ, મેટલ ટ્રે એન્ડ સ્ટેન્ડ જેવી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. જે બજારમાં રૂપિયા 500 થી શરુ કરીને 2000 સુધીની રેન્જમાં મળી રહે છે.

ઓરેન્જ પિંક પોમ પોમ અને મોતીનો ઉપયોગ કરીને બનાવેલ આ દીવા રંગોળી દેખાવે ખૂબ જ સુંદર અને કલરફૂલ લાગે છે. મોતી વર્ક, પોમ પોમ, ગોલ્ડન લેસ, નાના આભલા, ફૂમતાનો ઉપયોગ કરીને 11 પીસમાં આ દીવા રંગોળી એક્રેલિકની સીટ ઉપર બનાવવામાં આવી છે. આ દીવા રંગોળી આશરે રૂપિયા 1700થી 1800માં તમે ખરીદી શકો છો.

3 પીસના આ ડેકોરિટી દીવામાં વુડન સીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વુડન સીટ ઉપર વેલવેટનું કાપડ લગાવવામાં આવ્યું છે. તેની ઉપર મોતીનું બહુ જ સુંદર મજાનું વર્ક કરવામાં આવ્યું છે. 10 ઈંચની મુખ્ય વુડન સીટ ઉપર બંને બાજુ વર્ક કરવામાં આવ્યું છે. જેમાં એક ભાગમાં ગણપતિજીની મૂર્તિ છે તો બીજી બાજુ ૐ નું પ્રતીક લગાડવામાં આવ્યું છે. આ 3 પીસ દીવાની કિંમત આશરે રૂપિયા 1800થી 1900 છે.

એક્રેલિકની સીટ પર બનેલ આ સિંગલ પીસ ડિઝાઈનર દીવડો છે. જેમાં મોતી વર્ક, પોમ પોમ, પોચકા, આભલા વગેરેની સાથે LED લાઈટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિંગલ પીસ કેન્ડલ દીવડો ખૂબ જ યુનિક લુક આપે છે. આ કલાત્મક દીવડાની કિંમત આશરે રૂપિયા 1850થી 1950 છે.

ડિઝાઇનર દીવડા માટે સ્ટોન, કલરફુલ સ્ટોન, સી સ્ટોન, ડાયમંડ્સ વગેરેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ દીવડામાં નાના અને મોટા અનેક ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તમારી રંગોળીને ખૂબ જ સુંદર અને ટ્રેન્ડી લુક આપે છે. આ લાઈટ બ્રાઉન ડાયમંડ દીવડાની જોડી તમને રૂપિયા 650માં મળી રહે છે.

ખૂબ જ એલિગન્ટ લુક ધરાવતો આ સિંગલ પીસ દીવડો એક્રેલિકની સીટ ઉપર બનાવવામાં આવ્યો છે. જેમાં મધ્ય ભાગમાં કેન્ડલ મુકવામાં આવી છે. તેની આજુબાજુ નેટમાંથી બનાવેલ પાંદડાની ડિઝાઈન આકારના સર્કલ કરવામાં આવ્યા છે. તેની બોર્ડર ઉપર ઓરેન્જ કલરના ગજરા લગાવવામાં આવ્યા છે. વચ્ચેના ભાગે ઓરેન્જ ગ્રીન અને પિંક કલરની પોલકીઓ લગાડવામાં આવી છે. તેની ફરતે લાલ ફૂમતા વાળી કલરફુલ લેસ લગાડવામાં આવી છે. આ યુનિક દીવા રંગોળીની કિંમત આશરે 1500થી 1600 રૂપિયા છે.

આ દિવડાઓને તમે દીવાની રંગોળી કહી શકો છો. જેમાં તમે 9 કેન્ડલનો ઉપયોગ કરી શકો છો. એક્રેલિકની સીટ ઉપર બનાવવામાં આવેલ આ દીવા રંગોળીમાં નેટનું કપડું લગાવવામાં આવ્યું છે. તેની ઉપર ઉન અને મોતી વર્ક કરીને સુંદર કમળ બનાવવામાં આવ્યા છે. ડાયમંડ અને ડિઝાઈનર પેચનો ઉપયોગ કરીને તેની બોર્ડર બનાવવામાં આવી છે. 9 પીસની બનેલા આ દીવાની રંગોળી તમારા ઘરના આંગણાને ડિફરન્ટની સાથે ટ્રેડિશનલ લુક પણ આપે છે. આ રંગોળી આશરે તમને 1350થી 1450માં મળી રહે છે.
Latest News Updates

































































