Divorce Hotel : આ દેશમાં આવેલી છે ડિવોર્સ હોટલ…શુક્રવારે કપલ હોટલમાં ચેક-ઈન કરે છે અને રવિવારે છૂટાછેડા સાથે કરે છે ચેક-આઉટ
લગ્ન તૂટવાની વધતા કિસ્સાઓ વચ્ચે છૂટાછેડાનો એક નવો અને આઘાતજનક ટ્રેન્ડ ઉભરી રહ્યો છે. હવે છૂટાછેડા લેવા માટે મહિનાઓ સુધી કોર્ટમાં જવાની જરૂર નથી, ફક્ત એક વીક એન્ડ પૂરતો છે. જ્યાં શુક્રવારે કપલ ચેક ઇન કરે છે અને રવિવારે છૂટાછેડા સાથે ચેક-આઉટ કરે છે.

લગ્ન તૂટવાની વધતા કિસ્સાઓ વચ્ચે છૂટાછેડાનો એક નવો અને આઘાતજનક ટ્રેન્ડ ઉભરી રહ્યો છે. હવે છૂટાછેડા લેવા માટે મહિનાઓ સુધી કોર્ટમાં જવાની જરૂર નથી, ફક્ત એક વીક એન્ડ પૂરતો છે.

નેધરલેન્ડ્સના 33 વર્ષીય ઉદ્યોગપતિ જીમ હાફેન્સે આ નવું બિઝનેસ મોડેલ રજૂ કર્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે અહીં શુક્રવારે કપલ ચેક ઇન કરે છે અને રવિવારે છૂટાછેડા સાથે ચેક-આઉટ કરે છે.

આ અનોખી હોટેલમાં તમને ડિવોર્સ પેકેજ ઓફર કરે છે. જ્યાં વકીલો અને મધ્યસ્થીઓની એક ટીમ પણ હોય છે. આ હોટેલ તમને એવું વાતાવરણ આપે છે જ્યાં યુગલો માટે છૂટાછેડા સરળ બને છે.

છૂટાછેડાની લાંબી અને મુશ્કેલ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવાને બદલે આ હોટલ એક સરળ રસ્તો આપે છે. હોટલમાં એક એવું વાતાવરણ અને વ્યવસ્થા બનાવવામાં આવી છે જે કાનૂની સલાહ, મનોવૈજ્ઞાનિક સહાય અને મધ્યસ્થી એકસાથે પૂરી પાડે છે, જેથી છૂટાછેડાની પ્રક્રિયા કોઈપણ તણાવ વિના ઝડપથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

આ હોટેલ નેધરલેન્ડના હાર્લેમ શહેરમાં આવેલી છે. તેને 'ધ સેપરેશન ઇન' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હોટલે નેધરલેન્ડ્સમાં પહેલેથી જ હલચલ મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 17 યુગલોએ તેનો ઉપયોગ કર્યો છે, જેમાંથી 16 યુગલોએ ખુશીથી છૂટાછેડાના કાગળો પર સહી કરી છે.

હવે જીમ તેને અમેરિકન શહેરોમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેના માટે ન્યૂ યોર્ક અને લોસ એન્જલસ જેવી મોટી હોટલો પસંદ કરવામાં આવી રહી છે.
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. નોલેજના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
