Lionel Messi : જામનગરનો મહેમાન બન્યો મેસ્સી, અનંત અંબાણીના વનતારાની લીધી મુલાકાત, જુઓ વીડિયો
લિયોનેલ મેસ્સી તેમના ભારત પ્રવાસને જામનગર સુધી લંબાવવાની યોજના કરી હતી. નવી દિલ્હીમાં GOAT ઇન્ડિયા ટૂર 2025 પૂર્ણ કર્યા પછી તેઓ અનંત અંબાણીના વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી.
દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો GOAT ઇન્ડિયા ટૂર સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયો છે. પરંતુ ભારતમાં તેમનો પ્રવાસ હજુ પૂરો થયો નથી. રિપોર્ટ અનુસાર, મેસ્સી દિલ્હી પછી ગુજરાતનો મહેમાન બન્યો હતો, જેનાથી તેમના ચાહકોમાં ફરી એકવાર ઉત્સાહ વધ્યો છે.અનંત અંબાણી આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડીઓ લિયોનેલ મેસ્સી, લુઈસ સુઆરેઝ અને અન્ય ખેલાડીઓનું સ્વાગત કર્યું છે.
તેમણે વન્યજીવન બચાવ અને સંરક્ષણ કેન્દ્ર વનતારામાં એક રાત રોકાણ કર્યું હતુ, જે ફૂટબોલ સ્ટારના GOAT ઇન્ડિયા ટૂરનો મુખ્ય ભાગ છે. મેસ્સી, સુઆરેઝ, રોડ્રિગો ડી પોલ અને GOAT ઇન્ડિયા ટૂરના અન્ય સભ્યો સોમવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડીના પ્રદર્શન પછી વનતારા જવા રવાના થયા હતા.
T20 વર્લ્ડ કપ માટે આમંત્રણ
મેસ્સીને જર્સી નંબર 10, સુઆરેઝ નંબર 9 અને ડી પોલ નંબર 7 આપવામાં આવ્યો હતો, આ બધા જર્સી પર તેમના નામ કોતરેલા હતા. શાહે મેસ્સીને આગામી T20 વર્લ્ડ કપમાં આમંત્રણ આપ્યું અને તેને ટુર્નામેન્ટની ટિકિટ આપી છે, જે મેસ્સીના ભારત પ્રવાસના અંતિમ તબક્કામાં તેને યાદગાર ક્ષણ બનાવી. શાહે મેસ્સીને ભારત વિરુદ્ધ યુએસએ મેચની ટિકિટ પણ આપી, કારણ કે મેસ્સી તેની ક્લબ પ્રતિબદ્ધતાને કારણે મોટાભાગનો સમય યુનાઇટેડ સ્ટેટ્સમાં વિતાવે છે.કાર્યક્રમના અંતે, મેસ્સીએ ભારતીય ચાહકોનો ખૂબ ખૂબ આભાર માન્યો.
તેમણે ભારતમાં મળેલા પ્રેમ અને હૂંફની પ્રશંસા કરતા કહ્યું કે આ અનુભવ તેમના માટે ખાસ હતો. મેસ્સીએ ભવિષ્યમાં ફરી ભારત પાછા ફરવાની અને શક્ય હોય તો અહીં મેચ રમવાની ઇચ્છા પણ વ્યક્ત કરી.
શું છે વનતારા
વનતારા 3000 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ વનતારા પ્રોજેક્ટમાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ માટે એક વિશ્વ કક્ષાનું આરોગ્યસંભાળ, હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રથી સજ્જ છે. જેમાં દુર્લભ પ્રજાતિના પ્રાણીઓનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અહીં અદ્યતન હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.વનતારામાં 1200થી વધુ સરીસૃપ જીવો મગર, સાપ અને કાચબાની સંભાળ રાખવામાં આવે છે. ભારતની સાથે સાથે દુનિયાભરમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે. પ્રાણીઓ માટે ICU, MRI, CT સ્કેન, એક્સ-રે, એન્ડોસ્કોપી, ડાયાલિસિસની સુવિધા છે.પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં રહેવાની ભરપૂર સુવિધા છે.
