અમદાવાદ પર અંધકારનો ઓછાયો, આ વિસ્તારોમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યુ, જુઓ તસવીરો
ગત સપ્તાહે ગુજરાતમાં કમોસમી માવઠાના પરિણામે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ ફરી હવામાન વિભાગ આગાહી પ્રમાણે ફરી ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગાહી પ્રમાણે અમદાવાદમાં વાતાવરણ બદલાયુ છે.અમદાવાદ શહેરમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે.


ભર શિયાળામાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે હવામાન ખાતાની આગાહીના પગલે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. અમદાવાદ શહેરના વિશાલા, જમાલપુર બાજુ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ. તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં માવઠાને લીધે ઠંડક સાથે ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળ્યુ હતુ.

ગત સપ્તાહે ગુજરાતમાં કમોસમી માવઠાના પરિણામે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ ફરી હવામાન વિભાગ આગાહી પ્રમાણે આજે અને આવતીકાલે પણ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાતાવરણ બદલાતા અમદાવાદ શહેરમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે.

ગત સપ્તાહમાં અમદાવાદ, રાજકોટ, ગોંડલ, કચ્છ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. ત્યારે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે. વાદળછાયું અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે.






































































