WPLની નવી સિઝનમાં શું છે ખાસ? મેચ ક્યાં જોઈ શકશો લાઈવ, જાણો ટુર્નામેન્ટનું A to Z
મહિલા પ્રીમિયર લીગ 2025 (WPL 2025) ગુરુવાર 14 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. પહેલી બે સિઝનના સફળ આયોજન પછી હવે ત્રીજી સિઝન રમવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચથી થશે. પ્રથમ દિવસે RCBનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ સામે થશે. પણ શું તમે જાણો છો કે આ વખતે શું ખાસ બનવાનું છે અને ઈનામની રકમ કેટલી હશે? તમે આ કેવી રીતે જોઈ શકો છો? ચાલો તમને નવી સિઝન વિશે બધું જણાવીએ.

ભારતમાં મહિલા T20 લીગ WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે, જેમાં પાંચ ટીમો ભાગ લેશે. WPL 2025ની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. WPL 2025માં 5 ટીમોરોયલ ચેલેન્જર્સ બેંગલુર, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ ભાગ લઈ રહી છે.

મહિલા પ્રીમિયર લીગ 2025ની સૌથી ખાસ વાત તેનું સ્થળ છે. આ ટુર્નામેન્ટની પહેલી સિઝન ફક્ત એક જ સ્થળે મુંબઈમાં યોજાઈ હતી. બીજી સિઝન 2 સ્થળો બેંગલુરુ અને દિલ્હીમાં આયોજિત કરવામાં આવી હતી. પરંતુ આવું પહેલી વાર થવા જઈ રહ્યું છે કે WPL 4 અલગ-અલગ સ્થળોએ રમાશે. WPL 2025 વડોદરાથી શરૂ થશે, જ્યાં પ્રથમ 6 મેચ રમાશે. આ પછી 8 મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં, ત્યારબાદ અંતિમ તબક્કામાં 4 મેચ લખનૌમાં અને 4 મેચ મુંબઈમાં યોજાશે. ટુર્નામેન્ટની એલિમિનેટર મેચ 13 માર્ચે અને ફાઈનલ મેચ 15 માર્ચે મુંબઈમાં યોજાશે.

ટુર્નામેન્ટમાં 22 મેચ રમાશે, જેમાંથી 20 મેચ ગ્રુપ સ્ટેજમાં હશે. દરેક ટીમે અન્ય 4 ટીમોનો બે વાર સામનો કરવો પડશે. આ પછી ગ્રુપ સ્ટેજની નંબર-1 ટીમ સીધી ફાઈનલમાં જશે. જ્યારે બીજા અને ત્રીજા ક્રમાંકની ટીમો એલિમિનેટર મેચ રમશે. આ મેચ જે પણ ટીમ જીતશે તે ફાઈનલમાં પ્રવેશ કરશે.

છેલ્લી બે સિઝનમાં વિજેતા ટીમને 6 કરોડ અને રનર-અપ ટીમને 3 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી. સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને 5 લાખ રૂપિયા મળ્યા હતા. ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચને 2.5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ વખતે BCCIએ હજુ સુધી આમાં ફેરફાર વિશે કંઈ કહ્યું નથી. આનો અર્થ એ થયો કે આ વખતે પણ ઈનામની રકમ છેલ્લી 2 સિઝન જેટલી જ રહેશે. જો આપણે નિયમો વિશે વાત કરીએ તો તેમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

WPL 2025નું ટીવી પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. દર્શકો આ મહિલા T20 લીગની બધી મેચો ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર જોઈ શકશે. જે ચાહકો મોબાઈલ પર લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ માણવા માંગે છે તેમણે જિયો સિનેમા તરફ વળવું પડશે, જ્યાં મફતમાં મેચ જોઈ શકશો. (All Photo Credit : X / WPL)
વુમન્સ પ્રીમિયર લીગ 2025 સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
