AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જગત જમાદાર ટ્રમ્પનો દાવો, ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ

યુએસએના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાનની ખામેની સરકારે ગોળીબાર અને ફાંસીની કાર્યવાહી સહિત સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પરના તેના કડક પગલાં બંધ કરી દીધા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાનમાં હત્યાઓ બંધ થઈ ગઈ છે અને હાલમાં કોઈ કાર્યવાહીનું આયોજન નથી. તેમણે અગાઉ વિરોધીઓને સહાય પૂરી પાડવાનો સંકેત આપ્યો હતો.

જગત જમાદાર ટ્રમ્પનો દાવો, ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2026 | 10:23 AM
Share

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન અંગે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પ કહે છે કે, ખામેની સરકારે, તેમના વિરોધીઓ સામે કાર્યવાહી કરવાનું બંધ કરી દીધું છે. દેખાવકારો ઉપર ગોળીબાર કરવાની અને ક્રાંતિકારીઓને ફાંસી આપવાની કાર્યવાહી બંધ થઈ ગઈ છે.

તાજેતરમાં, ટ્રમ્પે ઈરાન સરકાર વિરોધીઓને એક સંદેશ મોકલ્યો હતો, જેમાં કહ્યું છે કે, કબજો કરો, મદદ આવી રહી છે. આનાથી ઈરાન પર હુમલાની અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી કે તેઓ કયા પ્રકારની સહાયનો ઉલ્લેખ કરી રહ્યા છે.

ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પના મતે, “અમને ખબર પડી છે કે,. ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યાઓ બંધ થઈ ગઈ છે. ફાંસીને માંચડે ચડાવવાનું પણ બંધ થઈ ગયું છે. હાલમાં ઈરાન સામે કાર્યવાહી કરવાની કોઈ યોજના નથી.”

ગઈકાલે ઈરાન વિશે બોલતા, ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનમાં થયેલી હત્યાઓ ચિંતાજનક છે. આ પછી, ટ્રમ્પે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક યોજી હતી. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને વ્હાઇટ હાઉસના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

ઈરાને ચેતવણી આપી

યુએસ હ્યુમન રાઈટ્સ ન્યૂઝ એજન્સી અનુસાર, ઈરાની હિંસામાં 2,586 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘણા વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે અને તેઓ કેસનો સામનો કરી રહ્યા છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયલ તેની આંતરિક બાબતોમાં દખલ કરશે તો તેના પરિણામો ભયંકર આવી શકે છે.

યુએસ અને ઈઝરાયલ પર આરોપો

ઈરાની લશ્કરી અધિકારી મોહમ્મદ પાકપોરે દાવો કર્યો હતો કે ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનો અમેરિકા અને ઈઝરાયલે ઉશ્કેર્યા હતા. જોકે, તેમણે કોઈ પુરાવા આપ્યા ન હતા. તેમણે જણાવ્યું હતું કે ઈરાનમાં થયેલી હત્યાઓ પાછળ અમેરિકા અને ઈઝરાયલ જ ખરા ગુનેગાર છે. આ હિંસામાં ઘણા સુરક્ષા દળો અને વિરોધીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ઈરાન- અમેરિકા કટોકટી સહીત વિશ્વના અન્ય તમામ સમચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો. 

g clip-path="url(#clip0_868_265)">