પતિ કરતા 6 વર્ષ મોટી છે અભિનેત્રી, આત્મહત્યાના કેસમાં દીકરો 10 વર્ષ પછી નિર્દોષ જાહેર, આવો છે પરિવાર
રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ "ચિતચોર" થી ઝરીના વહાબને ઓળખ મળી. આ ફિલ્મમાં ચાહકોએ તેમના અભિનયની પ્રશંસા કરી. આ ફિલ્મ પછી, ઝરીના વહાબ બોલિવૂડમાં ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. તો આજે આપણે ઝરીના વહાબના પરિવાર વિશે જાણીશું

આજે અમે તમને ઝરીના વહાબના પતિ આદિત્ય પંચોલીથી લઈને તેમના પુત્ર સૂરજ પંચોલી અને પુત્રી સના પંચોલી સુધી અભિનેત્રીની લવસ્ટોરી અને ફિલ્મી કારકિર્દી વિશે રસપ્રદ વાતો કરીશું.

ઝરીના વહાબ એક બોલિવુડ અભિનેત્રી છે જેમણે મુખ્યત્વે હિન્દી અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી સિનેમા તેમજ મલયાલમ ફિલ્મો માટે જાણીતી છે.

ઝરીના વહાબનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

ઝરીના વહાબનો જન્મ 17 જુલાઈ 1959ના રોજ વિશાખાપટ્ટનમમાં થયો હતો. તે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII), પુણેમાંથી સ્નાતક થઈ છે.

ઝરીના વહાબનો જન્મ વિશાખાપટ્ટનમમાં થયો હતો. તે ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત તેની માતૃભાષા તેલુગુ પણ સમજે છે.ઝરીના વહાબને ત્રણ બહેનો અને એક ભાઈ છે , જેનું નામ મલિકા, શમ્મી અને હસીના વહાબ છે.

ઝરીના વહાબ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી ચૂકી છે. ઝરીના વહાબની દીકરી સાના એક અભિનેત્રી છે. જ્યારે તેનો દીકરો સુરજ જૂન 2013માં જિયા ખાનના મૃત્યુ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

સુરજ પંચોલીએ 2015માં સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી સાથે ફિલ્મ હીરોથી બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ. 2024માં તેણે વિવાદો દરમિયાન તેના પતિ અને તેના પુત્રનો બચાવ કર્યો હતો.

ઝરીનાએ પોતાના કરિયરમાં 179 થી વધુ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

ઝરીના વહાબ 66 વર્ષની છે, જ્યારે તેમના પતિ આદિત્ય પંચોલી 60 વર્ષના છે. આનો અર્થ એ થયો કે, તેમની ઉંમરમાં છ વર્ષનો તફાવત છે. અભિનેત્રી તેના પતિ કરતાં છ વર્ષ મોટી છે.

ઝરીના વહાબ અભિનેતા આદિત્ય પંચોલીને કલંક કા ટીકાના સેટ પર મળી હતી. તેમના લગ્ન 1986માં થયા હતા અને તેમને એક પુત્રી, સના અને એક પુત્ર, સૂરજ છે.

ઝરીના વહાબના પુત્રનું નામ સૂરજ પંચોલી છે. જિયા ખાન આત્મહત્યા કેસમાં તેમને કોર્ટમાંથી રાહત મળી છે. સીબીઆઈ કોર્ટે તેમને 10 વર્ષ પછી નિર્દોષ જાહેર કર્યા છે.

ફિલ્મોમાં મોટી સફળતા મેળવ્યા પછી, ઝરીના વહાબ નાના પડદા તરફ વળી અને 2007માં આવેલી સીરિયલ 'માયકા' થી ટીવી પર ડેબ્યૂ કર્યું હતુ.

જોકે તેલુગુ તેની માતૃભાષા છે.પહેલા તેના પતિના અફેરો, પછી તેના પુત્ર સામે ગંભીર આરોપો લગ્યા હતા.ઝરીના વહાબની પર્સનલ લાઈફ ખુબ ઉતાર-ચઢાવ ભરી રહી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
