IND vs NZ : રંગીલા રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત vs ન્યુઝીલેન્ડ મેચ પહેલા ઉડશે પતંગો!
ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ વડોદરામાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. તો ચાલો જાણીએ તમે ક્યાં અને ક્યારે વનડે મેચ લાઈવ જોઈ શકશો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝ શરુ થઈ ચૂકી છે. આખા જાન્યુઆરી મહિનામાં બંન્ને ટીમ અનેક મેચ રમતી જોવા મળશે. પહેલી વનડે મચ રમાઈ ચૂકી છે. જેમા ભારતીય ટીમની જીત થઈ છે. વનડે સીરિઝમાં કુલ 3 મેચછે. હજુ 2 મેચ બાકી છે. તો ચાલો જાણીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ ક્યાં અને ક્યારે રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરિઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ અને ત્રીજી મેચ 18 જાન્યુઆરીએ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ 14 જાન્યુઆરીના રોજ આમને સામને થશે. આ મેચ રાજકોટમાં રમાશે. ત્યારબાદ ત્રીજી અને છેલ્લી મેચની વાત કરીએ તો આ મેચ 18 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં રમાશે. શનિવારના રોજ વનડે સીરિઝ પૂર્ણ થશે.

વનડે સીરિઝ પછી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટી20 સીરિઝ રમાશે. જેમાં આ સીરિઝ 5 મેચની હશે. બંન્ને ટીમમાં અનેક ફેરફાર જોવા મળશે. વનડે સીરિઝની કમાન ગિલના હાથમાં છે. તો ટી20ની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં જોવા મળશે.

મકરસંક્રાતિ પર પતંગ ઉડાવવાની ખુશી,ઉત્સાહ અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે,મકરસંક્રાતિ પર આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું હોય છે.લોકો સવારથી પોતાના ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જાય છે.

રંગીલા રાજકોટના સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ પહેલા પતંગો ઉડશ.ટુંકમાં આખા ક્રિકેટ સ્ટેડિયમ ઉપર પતંગો ઉડતી જોવા મળશે. કારણ કે, 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિ છે. એટલે રાજકોટવાસીઓ પતંગ ચગાવવાના છે.સવારથી તેઓ ધાબા પર ચઢી જશે. તેમજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ 2 વાગ્યાથી શરુ થશે.

રાજકોટનું નિરંજન શાહ સ્ટેડિયમ રાજકોટની બહાર આવેલું છે. મકરસંક્રાતિના દિવસે અનેક પતંગો નિરંજન શાહ સ્ટેડિયમ ઉપરથી ચગતી જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, આ ભારતનું બીજું અને ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું સ્ટેડિયમ છે.

આ સ્ટેડિયમે ઘણી IPL મેચોનું પણ આયોજન થઈ ચૂક્યું છે. 2013માં આ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું અહી ક્લિક કરો
