‘મગફળી’ ફાયદાકારક જ નહીં પરંતુ નુકસાનકારક પણ છે, આ 5 લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ
મગફળી એટલી સ્વાદિષ્ટ હોય છે કે, દરેક વ્યક્તિ તેને મજાથી ખાય છે. મગફળી સસ્તી, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે પરંતુ શું તમે જાણો છો કે, આ સ્વાદિષ્ટ મગફળી દરેક માટે ફાયદાકારક નથી હોતી?

મગફળીની એલર્જી એક સામાન્ય સમસ્યા છે. મગફળી ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, ઝાડા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આથી, જો તમને મગફળી ખાધા પછી ફોલ્લીઓ કે સોજો આવે છે, તો તેને તમારા આહારમાંથી દૂર કરવાનું વિચારો.

મગફળી પ્રોટીન, ચરબી અને ફાઇબરનો સારો સ્ત્રોત છે પરંતુ તેને વધુ પડતું ખાવાથી વજન વધી શકે છે. આથી, જો તમે વજન ઘટાડવા માંગતા હોવ અથવા વધુ વજન ધરાવતા હોવ, તો મગફળીને સંયમિત માત્રામાં ખાઓ.

જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય, તો તમારે મગફળી ખાવાનું ટાળવું જોઈએ. મગફળીમાં સોડિયમ ઓછું હોવા છતાં તેને મીઠા સાથે ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. જો તમને બીપીની સમસ્યા હોય તો મગફળી સાથે મીઠું ન ખાઓ.

મગફળીમાં ઓમેગા-6 વધુ હોય છે પરંતુ ઓમેગા-3 ઓછું હોય છે. આથી, શરીરમાં હેલ્ધી ફેટી એસિડ્સનું સંતુલન બગડી શકે છે અને સોજો આવી શકે છે.

મગફળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તે શરીરમાં મિનરલ્સના શોષણ (absorption)ને બ્લોક કરી શકે છે. આમાં રહેલું ફાયટીક એસિડ ઝીંક, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમના શોષણને અટકાવે છે. વધુમાં, તે આંતરડામાં બળતરા અને એલર્જીનું કારણ પણ બની શકે છે.
નોંધ: આ લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતા હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.
આ પણ વાંચો: ‘કોફી અને ચા’ સફેદ વાળ વધતા અટકાવશે! વાળ કાળા કરવા માટેના આ 3 ઉપાય તમને ખબર છે કે નહીં?
