AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : Makar Sankranti નિમિત્તે હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ઊંધિયું અને જલેબી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં 1000 કિલોથી વધુ ઊંધિયું તૈયાર કરાયું હતું. પરિવાર સાથે પતંગ ચગાવવાની સાથે ઊંધિયા-પૂરીની ઝમાટવટ માનવ દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. આ મકરસંક્રાંતિની વિશેષ ઉજવણી હતી.

Breaking news : Makar Sankranti નિમિત્તે હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Gujaratis gear up to enjoy Undhiyu Jalebi in huge quantities
| Updated on: Jan 14, 2026 | 11:32 AM
Share

અમદાવાદ, 14 જાન્યુઆરી 2026: ગુજરાતના અમદાવાદ શહેરમાં મકરસંક્રાંતિ, જેને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને શહેરના ઐતિહાસિક પોળ વિસ્તારમાં જ્યાં વહેલી સવારથી જ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ .

અમદાવાદના ખાડિયા વિસ્તારના દ્રશ્યો પરથી જણાય છે કે ગ્રાહકો ઊંધિયું અને જલેબી ખરીદવા માટે ભારે પડાપડી કરી રહ્યા હતા. સવારના 6:30 વાગ્યાથી જ દુકાનો ખીચોખીચ ભરાઈ ગઈ હતી, જ્યાં રાતભરથી જ ઊંધિયું અને જલેબી બનાવવાની તૈયારીઓ ચાલુ હતી. વિક્રેતાના જણાવ્યા મુજબ, તેમની દુકાનમાં આશરે 1000 કિલોથી વધુ ઊંધિયું તૈયાર કરવામાં આવ્યું હતું, તેને લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. આ વિક્રેતા જણાવ્યું કે તેમણે શરૂઆતમાં 400-500 કિલો ઊંધિયું બનાવ્યું હતું, જે હવે વધીને 1200-1300 કિલો સુધી પહોંચી ગયું છે.

આ ઊંધિયું અને જલેબીની લોકપ્રિયતા માત્ર અમદાવાદ પૂરતી સીમિત નથી દૂરના વિસ્તારોમાંથી પણ લોકો ખાડિયામાં આ ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ ખરીદવા આવે છે. આ દ્રશ્યો અમદાવાદની મકરસંક્રાંતિની પરંપરા અને ઊંધિયું-જલેબીના મહત્વને દર્શાવે છે.

લાઈનમાં ઉભેલા એક ગ્રાહકે જણાવ્યું કે તેઓ અડધો કલાકથી રાહ જોઈ રહ્યા છે અને ઊંધિયું ઉતરાયણની સૌથી સ્પેશિયલ વાનગી છે. તેમના મતે એના વગર ઉતરાયણ સાવ ફીક્કી કહેવાય, એટલે એના વગર તો ચાલે જ નહીં. અન્ય એક ગ્રાહકે ખાડિયામાં મળતા ઊંધિયા-જલેબીની ગુણવત્તાના વખાણ કરતા તેને નંબર વન વસ્તુ અને ટોપ ક્વોલિટી ગણાવ્યા હતા. લોકો પરિવાર સાથે પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયા-પૂરીની ઝાફત માણવાનો અદ્ભુત અનુભવ વ્યક્ત કરી રહ્યા હતા. અમદાવાદનો કોટ વિસ્તાર ખાસ કરીને ખાડિયા મકરસંક્રાંતિના પર્વને આનંદ, ઉત્સાહ અને પરંપરાગત ભોજનના અનોખા મિશ્રણ સાથે ઉજવી રહ્યો છે. 1000 કિલોથી વધુ ઊંધિયું અને જલેબીની તૈયારી અને તેને ખરીદવા માટે ઉમટી પડેલા લોકોનો ધસારો એ આ પર્વની ખરી શોભા છે.

Input credit : Ronak Varma

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">