Blood Pressure : શિયાળામાં બ્લડ પ્રેશર વધઘટ થાય છે ? ખાઓ આ વસ્તુ પછી જુઓ ચમત્કાર
શિયાળાની ઠંડી હવા બ્લડ પ્રેશર વધારી શકે છે, ખાસ કરીને હાઈ બીપી દર્દીઓ માટે. આ જોખમ ઘટાડવા લસણ, પાલક જેવા લીલા શાકભાજી, બદામ-અખરોટ અને પોષકતત્વોથી ભરપૂર ફળોનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

શિયાળાની ઠંડી હવા નસોને સંકુચિત કરી દે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધવાની શક્યતા રહે છે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ ઋતુ જોખમી સાબિત થઈ શકે છે. શિયાળામાં બેદરકારી રાખવાથી હૃદય અને મગજ સંબંધિત ગંભીર સમસ્યાઓનું જોખમ વધી જાય છે. તેથી આ સમયગાળા દરમિયાન યોગ્ય આહાર અપનાવવો ખૂબ જરૂરી છે.

ડૉ. અજિત જૈન મુજબ, લસણ બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ કરે છે અને નસોને આરામ આપે છે. રોજિંદા આહારમાં કાચું અથવા રાંધેલું લસણ સામેલ કરવાથી શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં અસરકારક મદદ મળે છે.

પાલક, મેથી અને સરસવ જેવા લીલા શાકભાજી પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશર સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિયાળામાં આ શાકભાજીનું નિયમિત સેવન શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને હૃદયના સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે.

અખરોટ અને બદામમાં રહેલી સ્વસ્થ ચરબી હૃદય માટે લાભદાયી ગણાય છે. મર્યાદિત માત્રામાં અખરોટ અને બદામ ખાવાથી શિયાળામાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે.

શાકભાજી અને કઠોળમાંથી તૈયાર કરેલો ગરમ સૂપ શરીરને ગરમ રાખે છે અને નસોમાં થતી જડતા ઘટાડે છે. સાથે જ, તે બ્લડ પ્રેશર જાળવવામાં પણ મદદરૂપ બને છે, જેથી શિયાળામાં આરોગ્ય સુરક્ષિત રહે છે.

સફરજન, નારંગી અને દાડમ જેવા ફળો એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. આ ફળો હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

અળસીના બીજ અને માછલીમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ શરીરમાં બળતરા ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિયાળામાં આ ખોરાકનો સમાવેશ કરવાથી હૃદય સ્વસ્થ રાખી શકાય છે. (નોંધ : અહીં આવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ સ્વાસ્થ્યને લગતી સમસી માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
Dahi in Winter : શિયાળામાં આ લોકો દહીં ભૂલથી પણ ન ખાતા.. જાણો કારણ
