AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોર ખાઇ, પતંગ ચગાવી કરી ઉત્તરાયણની ઉજવણી, જુઓ Video

Narendra Rathod
| Edited By: | Updated on: Jan 14, 2026 | 2:56 PM
Share

રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે.પતંગ રસિકોમાં વહેલી સવારથી જ ઉત્સાહ છવાયો છે. ત્યારે આજે ઉતરાયણના પર્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી માદરે વતન ગુજરાતમાં આવ્યા છે.

અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો અને પરિવારજનો સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી. અમિત શાહે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકરો સાથે ધાબે પતંગ ઉડાવી. હર્ષોલ્લાસ સાથે તેમણે ઉત્તરાયણનો પર્વ મનાવ્યો.

આજે વહેલી સવારે અમિત શાહ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં ભગવાન જગન્નાથજીના દર્શન, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે ઉત્તરાયણના પર્વ પર અમિત શાહે પરિવાર સાથે મંદિર પરિસરમાં ગૌ પૂજા કરી હતી.મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહ નારણપુર વિસ્તાર પહોંચ્યા.જ્યાં તેમણે પરિવાર અને ભાજપ કાર્યકરો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણનો તહેવાર ઉજવ્યો હતા.ઉતરાયણના પર્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી માદરે વતન ગુજરાતમાં આવ્યા છે,નારણપુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તા સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી.

 

પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરાના અર્જૂન ગ્રીન પહોંચ્યા હતા.સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ ઉમળકાભેર કર્યું સ્વાગત પણ કર્યું હતુ.અર્જુન ગ્રીન્સના ધાબે કાર્યકર્તાઓ સાથે પતંગની મજા માણી હતી. નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ત્રણ સ્થળે ઉત્તરાયણ ઉજવશે.હંમેશાની જેમ અમિત શાહ પતંગ ચગાવતા અને અમદાવાદના આકાશમાં અન્ય પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યાં હતાઆજે  સવારથી યુવાનો ધાબે ચડ્યા છે.આકશ રંગબેરંગી પતંગોથી છવાયું છે.ઉતરાયણની ઉજવણીમાં અમિત શાહના ધર્મપત્ની અને તેમના પુત્ર જય શાહ પણ હાજર રહ્યા હતા.

મકરસંક્રાંતિ- ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. અહી ક્લિક કરો

Published on: Jan 14, 2026 01:32 PM
g clip-path="url(#clip0_868_265)">