Stock Market : રોકાણકારો માટે કમાણીનો મોકો ! એક શેર પર ₹600 સુધીનો ફાયદો થશે, 37% સુધી વધારો થવાની સંભાવના
રોકાણકારો એક શેર પર ₹600 સુધીનો નફો મેળવી શકે છે. માર્કેટ એક્સપર્ટ્સે આ શેર પર ‘બાય’ રેટિંગ આપીને તેમાં જંગી ઉછાળાની શક્યતા દર્શાવી છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે IT જાયન્ટ કંપની પર 'બાય' રેટિંગ આપ્યું છે અને શેર ₹2,200 પર જશે, તેવો ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજ મુજબ, સ્ટોકમાં વર્તમાન લેવલથી આશરે 37% સુધીનો વધારો થવાની સંભાવના છે.

મોતીલાલ ઓસ્વાલ રિસર્ચ રિપોર્ટ અનુસાર, IT જાયન્ટ કંપનીએ Q3FY26 માં $5.1 બિલિયનની આવક નોંધાવી હતી, જે ત્રિમાસિક ગાળા (QoQ) માં 0.6% અને વાર્ષિક ધોરણે (YoY) માં 1.7% જેટલી વધી હતી. કંપનીનું એડજસ્ટેડ EBIT માર્જિન 21.2% રહ્યું છે, જે અંદાજ મુજબ જ છે.

બીજીબાજુ, એડજસ્ટેડ EBIT ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર (QoQ) 3.1% અને વર્ષ-દર-વર્ષ (YoY) 8.2% વધીને ₹96 અબજ થઈ ગયું છે. એડજસ્ટેડ PAT (Profit After Tax) પણ QoQ 3.5% અને YoY 12% વધીને ₹76 અબજ રહ્યો છે, જે અંદાજ કરતાં વધુ છે. આમાં નવા લેબર કોડ સાથે જોડાયેલ ₹12.8 અબજ (Q3 રેવન્યુના 2.8%) ની અસરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

મેનેજમેન્ટે FY26 (નાણાકીય વર્ષ 2026) માટે કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ 2–3% થી વધારીને 3–3.5% કરી દીધું છે. Q4FY26 માટે ટોપ-એન્ડ ગાઈડન્સ હવે ફ્લેટ રહેવાની અપેક્ષા છે, જ્યારે પહેલા તેમાં 1% ના ઘટાડાનો અંદાજ હતો.

Q3 માં લાર્જ ડીલ TCV $4.8 અબજ રહ્યો, જે QoQ (ત્રિમાસિક) ધોરણે 55% નો વધારો દર્શાવે છે. નેટ ન્યુ TCV માં પણ QoQ 32% નો વધારો થયો છે. જો કે, બુક-ટુ-બિલ રેશિયો 0.9x રહ્યો છે. 9MFY26 માં Infosys ની આવક (રેવન્યુ), એડજસ્ટેડ EBIT અને એડજસ્ટેડ PAT અનુક્રમે 8.3%, 7.5% અને 11.3% YoY વધ્યા છે.

મોતીલાલ ઓસ્વાલને અપેક્ષા છે કે, Q4FY26 માં કંપનીની આવક, EBIT અને PAT અનુક્રમે 12.2%, 14% અને 9.4% YoY ના દરે વધશે. બ્રોકરેજે Infosys ને FY28E EPS ના 26 ગણા વેલ્યુએશન પર આંકી છે અને જણાવ્યું છે કે, સારા એક્ઝિક્યુશન તેમજ ગાઈડન્સ અપગ્રેડને કારણે સ્ટોકમાં આગળ પણ મજબૂતી જળવાયેલી રહેશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: Stock Market : એક શેર ₹35 નું ‘તગડું ડિવિડન્ડ’! 943% જેટલું રિટર્ન આપનારી કંપનીએ કરી મોટી જાહેરાત, રોકાણકારોમાં ઉત્સાહનો પાર નહીં
