Gold Silver Rate : સોના-ચાંદીને લઈને મોટું રહસ્ય ખુલ્યું ! ‘ભાવ વધારા’ પાછળ ચીનનો મોટો ખેલ બહાર આવ્યો, હવે આની પાછળનું ‘કનેક્શન’ શું ?
વર્ષ 2026 ની શરૂઆતમાં સોના, ચાંદી, તાંબુ અને ટીનના ભાવમાં થયેલા અચાનક વધારાએ વિશ્વભરના બજારોને હચમચાવી નાખ્યા છે. એવામાં સવાલ એ છે કે, સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઝડપથી ઉછાળો કેમ આવ્યો?

મળતી માહિતી મુજબ, સોના અને ચાંદીના ભાવમાં અચાનક તેજી આવવાના 4 કારણ છે. આ ચાર મુખ્ય કારણમાં ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા, ચીન દ્વારા મોટાપાયે ખરીદી, પુરવઠાની અછત અને ટ્રમ્પના ટેરિફનો ભય છે. આ બધાએ ભેગા થઈને ધાતુઓમાં જોરદાર તેજી બનાવી છે.

બીજીબાજુ એ પણ એક પ્રશ્ન છે કે, ચાંદી કેમ રેકોર્ડ બનાવી રહી છે? પહેલી વાર ચાંદી $90 ને કેવી રીતે વટાવી ગઈ? વાત એમ છે કે, બુધવારે ચાંદી 5.3% વધીને $90 પ્રતિ ઔંસને વટાવી ગઈ. આ પાછળના કારણોમાં ગયા વર્ષે લગભગ 150% રિટર્ન, વર્ષ 1979 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો, સેફ-હેવન ડિમાન્ડમાં વધારો, નબળા ડોલરથી એક્સપોર્ટર્સ (Exporters) ને ફાયદો અને વાયદા બજારમાં ભારે શોર્ટ-કવરેજનો સમાવેશ થાય છે.

આ સિવાય ફેડના વ્યાજ દરમાં ઘટાડાથી ડોલર નબળો પડ્યો છે. ડોલર નબળો પડવાથી સોનાની ચમક વધુ વધી છે. વધુમાં, વિશ્વભરમાં જિયો-પોલિટિકલ તણાવ, ઈરાનના વિરોધ પ્રદર્શન, વેનેઝુએલા વિવાદ અને ગ્રીનલેન્ડને લઈને અમેરિકાની ધમકીએ રોકાણકારોને ગોલ્ડમાં સુરક્ષિત સહારો લેવા માટે મજબૂર કરી દીધા છે.

આ માટે માંગમાં મોટો ઉછાળો પણ જવાબદાર હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, AI-EV અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં આવેલી તેજી, ઇન્ડોનેશિયાથી ટિનના નિકાસમાં ઘટાડો અને ગયા વર્ષે ઘણી કોપર ખાણો બંધ થવાને કારણે સપ્લાય ઘટી છે. ઓછી સપ્લાય અને વધતી માંગના મિશ્રણથી મેટલ્સના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે.

આવું એટલા માટે કેમ કે, જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે ડોલર નબળો પડે છે. બોન્ડ પરનું રિટર્ન ઘટે છે અને રોકાણકારો સોના-ચાંદી તરફ વળે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોમોડિટી માર્કેટમાં પૈસા ઝડપથી શિફ્ટ થવા લાગે છે. આનો અર્થ એ કે, મોમેન્ટમ સંપૂર્ણ રીતે ગોલ્ડ-સિલ્વરના પક્ષમાં રહે છે.

રિપોર્ટ્સ મુજબ ચીને આ વખતે “એગ્રેસિવ ટ્રેડિંગ મોડ” ચાલુ કરી દીધું છે. શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર ટ્રાન્ઝેક્શન રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે, છ મોટા મેટલ્સમાં ઓપન ઇન્ટરેસ્ટ અત્યાર સુધીના હાઇ લેવલે છે અને ચીની ફંડ્સ તથા ટ્રેડર્સ દ્વારા ભારે ખરીદી થઈ રહી છે. ચીનની આ “બિગ બાયિંગ વેવ” સમગ્ર રેલી માટે સૌથી મોટું ઈંધણ બની છે.

હવે ધ્યાન દોરવા જેવું એ છે કે, કોપર માઇનો બંધ છે, એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સ પર નિયંત્રણો મૂકાયા છે, ઇન્ડોનેશિયાથી ટિનની સપ્લાય ઘટી છે અને ખાણનું ઉત્પાદન માંગની સરખામણીમાં બહુ ઓછું છે. પરિણામે મેટલ્સમાં “સુપર-ટાઇટ સપ્લાય” સર્જાઈ છે અને કિંમતો રોકેટની જેમ આકાશે ચડી ગઈ છે.

એવામાં સેક્શન 232 હેઠળ ટ્રમ્પ 'મેટલ્સ' પર ટેરિફ લગાવી શકે છે. આના પગલે ટ્રેડર્સે અમેરિકાના પોર્ટ્સમાં મેટલ્સ જમા કરવાનું શરૂ કર્યું છે. પરિણામે LME માં સપ્લાય અચાનક ઘટી ગઈ છે અને બેકવર્ડેશન વધ્યું છે એટલે કે સ્પોટ ભાવ ફ્યુચર કરતાં ઉપર ચાલ્યો ગયો છે.

UBS નું કહેવું છે કે, સિલ્વરમાં સતત બેકવર્ડેશન જોવા મળવું એ બતાવે છે કે, માર્કેટ ટૂંકાગાળાની સપ્લાયને લઈને ગભરાયેલું છે. UBS ના જણાવ્યા અનુસાર, બજારમાં થોડું કૂલિંગ ઓફ થવું જરૂરી છે પરંતુ હાલમાં બજારની ગતિ એટલી ઝડપી છે કે, ઘટાડાના કોઈ મોટા સંકેત દેખાતા નથી. બીજી તરફ Citi એ તો સિલ્વર માટે 3 મહિનાનો ટાર્ગેટ 100 ડોલર અને ગોલ્ડ માટે 5,000 ડોલર સુધીનો અંદાજ આપી દીધો છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
