કાનુની સવાલ : શું લિવ-ઈન પાર્ટનરને પણ મળી શકે છે ફેમિલી પેન્શન, જાણો
શું લિવ ઈન પાર્ટનરને પણ પતિના પેન્શન અને ફેમિલી હેલ્થકેરનો અધિકાર મળવો જોઈએ. આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.તો ચાલો જોઈએ કોર્ટે આના પર શું કહ્યું છે.

શું હવે સરકારી કર્મચારી રિટાયર થવા પર તેમના લિવ-ઇન પાર્ટનરને પેન્શન લાભ આપી શકશે? દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જોકે, હવે આ મામલો કેન્દ્ર સરકારના કોર્ટમાં છે, અને તેણે નિર્ણય લેવો જ પડશે. ચાલો જાણીએ કે આ મામલો શું છે.

દિલ્હી હાઈકોર્ટમાં એક વ્યક્તિ અરજી લઈને પહોંચ્યો હતો. જેણે કોર્ટને જણાવ્યું કે, તેની પત્ની છુટાછેડા આપ્યા વગર ચાલી ગઈ છે. તે1983માં બીજી મહિલા સાથે રહેવા લાગ્યો હતો. તેના સંબંધથી તેમને 2 બાળકો પણ છે.

1990માં તેમના પર બીજી મહિલા સાથે રહેવાના કારણે તેમની પત્ની અને પુત્રીની અવગણના કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વિભાગીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને તે પુરુષને ચાર વર્ષ માટે ચાર તબક્કાના પગારમાં કાપ મૂકવાની સજા કરવામાં આવી હતી.

રિટાયરમેન્ટ પહેલ વર્ષ 2011માં અરજીદાર વિરુદ્ધ પાર્ટનર અને બાળકો માટે ડિપ્લોમેટિક પાસપોર્ટ અપ્લાઈ કરતી વખતે ખોટી રજૂઆતનો આરોપ લાગ્યો હતો.તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના પરિણામે તેમના માસિક પેન્શન અને ગ્રેચ્યુઇટી લાભોના 50% રોકવાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જોકે દિલ્હી હાઈકોર્ટે હવે કેન્દ્ર સરકારને આ બાબત પર વિચાર કરવા કહ્યું છે. આ વ્યક્તિએ વિનંતી કરી છે કે, તેમના લિવ-ઇન પાર્ટનર અને તેમના બાળકોના નામ ફેમિલી પેન્શન અને હેલ્થકેર લાભો માટે પેન્શન ચુકવણી ઓર્ડરમાં સામેલ કરવામાં આવે.

આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ નવીન ચાવલા અને મધુ જૈનની બેન્ચે કહ્યું કે,રિટાયર્ડ કર્મચારીએ ક્યારેય પણ પોતાના સંબંધોને છુપાવ્યા નથી. તેના પાર્ટનર અને બાળકોના નામ પરિવારમાં સામેલ કરવાના પ્રયત્નને ખોટા માની રિટાયરમેન્ટ પછી ફાયદો ન આપવો ખોટું છે. બેન્ચે કહ્યું 2018ના સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના આ આદેશને રદ્દ કર્યો છે. જેમાં અધિકારીના માસિક પેન્શન અને ગ્રેચ્યુટીબેનિફિટ્સના 50 ટકા રોકવાના નિર્ણયને યોગ્ય ઉઠાવ્યો છે.

2018માં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના આદેશે 2012માં રિટાયર થયેલા કર્મચારીઓને આપવામાં આવતા માસિક પેન્શન અને ગ્રેચ્યુટી બેનિફિટ્સને 50 ટકા રોકવાના અથોરિટીના નિર્ણય પર સમર્થન આપવામાં આવ્યું હતું. દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે પ્રતિવાદીઓને અરજદારના માસિક પેન્શન અને ગ્રેચ્યુઇટીના 50% કાયમી ધોરણે રોકવા માટે કોઈ માન્ય કારણ મળ્યું નથી.

વધુમાં, અરજદારના આશ્રિતોને કૌટુંબિક પેન્શન નકારવાનું કોઈ કારણ નથી. તેથી, કોઈપણ વિલંબિત ચુકવણી માટે અરજદારને વાર્ષિક 6% ના દરે સંપૂર્ણ રકમ અને વ્યાજ ચૂકવવું જોઈએ. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે સંબંધિત સરકારી વિભાગે કૌટુંબિક પેન્શન અને CGHS લાભો માટે પેન્શન ચુકવણી ઓર્ડરમાં તેના જીવનસાથી અને બાળકોના નામ સામેલ કરવાની અરજદારની વિનંતી પર વિચાર કરવો જોઈએ.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
