Breaking News : રોકાણકારો માટે ખુશખબરી ! દેશમાં ખુલવા જઈ રહ્યું છે ‘ત્રીજું’ સ્ટોક એક્સચેન્જ, જલ્દી જ શરૂ કરવામાં આવશે ‘ટ્રેડિંગ’
રોકાણકારો માટે ખુશખબરી છે કે, દેશમાં ત્રીજું સ્ટોક એક્સચેન્જ ખુલવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેમાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવશે. આ એક્સચેન્જ રોકાણકારોને વધુ વિકલ્પ અને બજારમાં સ્પર્ધા વધારવાની તક આપશે.

બીએસઈ અને એનએસઈ પછી દેશમાં ત્રીજું સ્ટોક એક્સચેન્જ ખુલવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ (એમએસઈ) પર ટ્રેડિંગ બે અઠવાડિયામાં શરૂ થઈ શકે છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.

એમએસઈ પાસે લિક્વિડિટી વધારવા માટે એક ખાસ યોજના છે. આ હેતુ માટે માર્કેટ મેકર્સની નિમણૂક કરવામાં આવી રહી છે. હાલમાં 130 શેર માટે લિક્વિડિટી પૂરી પાડવાની તૈયારી ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, MSE એક્સચેન્જ પર ટ્રેડિંગ આગામી 2 અઠવાડિયામાં શરૂ થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે, શરૂઆતના તબક્કામાં રોકાણકારો અને ટ્રેડર્સનો વિશ્વાસ મેળવવા માટે કેશ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

MSE એ ફંડના મોરચે પણ તેની સ્થિતિ મજબૂત બનાવી છે. એક્સચેન્જે ડિસેમ્બર 2024 અને ઓગસ્ટ 2025 માં બે તબક્કામાં કુલ ₹1,240 કરોડ એકત્ર કર્યા છે. આ ફંડ રાઉન્ડમાં અગ્રણી બ્રોકરેજ અને ફિનટેક કંપનીઓ Groww અને Zerodha ના રોકાણકારોનો પણ સમાવેશ થયો હતો, જેનાથી MSE ની વ્યૂહરચનામાં બજારનો વિશ્વાસ વધ્યો હતો.

એવામાં નિષ્ણાતો કહે છે કે, BSE અને NSE સાથે ટક્કર કરવી મુશ્કેલ બનશે. બંને એક્સ્ચેન્જ મજબૂત પકડ ધરાવે છે, જેના કારણે તેમને ટક્કર આપવી મુશ્કેલ બની શકે છે. જો કે, F&O માં સેબીના નિયમો MSE ની મુશ્કેલીઓ વધારશે. SEBI ના નિયમો હેઠળ, F&O એક્સપાયરી ફક્ત મંગળવાર અને ગુરુવારે થાય છે. આથી, આ માટે ડેરિવેટિવ્સમાં પકડ બનાવવી MSE માટે પડકારરૂપ હશે.

માર્કેટ શેરની વાત કરીએ તો, કેશ સેગમેન્ટમાં NSE ની 90-92 ટકા ભાગીદારી છે. સ્ટોક F&O સેગમેન્ટમાં તેની 95 ટકા અને ઇન્ડેક્સ F&O સેગમેન્ટમાં 80 ટકા ભાગીદારી છે. બીજી તરફ, કેશમાં BSE ની 8-10 ટકા ભાગીદારી છે, જ્યારે સ્ટોક F&O માં તેની 5 ટકા અને ઇન્ડેક્સ F&O માં 20 ટકા ભાગીદારી છે.

હાલમાં રોકાણકારો એ જોવા માંગે છે કે, 'MSE' તેની લિક્વિડિટી સ્ટ્રેટેજી અને ટેકનોલોજી દ્વારા ભારતીય શેરબજારમાં પોતાને કેટલી અસરકારક રીતે સ્થાપિત કરી શકે છે. જો યોજના અનુસાર 'ટ્રેડિંગ' શરૂ થાય છે, તો આવતા મહિને બજારમાં સ્પર્ધા અને વિકલ્પ બંને વધતા નજર આવી શકે છે.
આ પણ વાંચો: Breaking News: 15 જાન્યુઆરીના રોજ શેરબજાર ખુલ્લુ રહેશે કે બંધ? NSE ની મોટી જાહેરાત બાદ રોકાણકારોમાં ચર્ચા તેજ
