વિરાટ કોહલી (Virat Kohli) એ પહેલા ટી-20ની કેપ્ટનશીપ છોડી દીધી, ત્યારપછી BCCI દ્વારા તેને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો અને હવે કોહલીએ પોતે પણ ટેસ્ટની કેપ્ટનશીપ છોડી દીધી છે. છેલ્લા 3 મહિનામાં વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે. વિરાટ કોહલીએ ડિસેમ્બર 2014માં ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી અને ત્યારબાદ તે ODI અને T20 કેપ્ટન પણ બન્યો હતો. છેલ્લા 7 વર્ષમાં વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ઘણું બધું હાંસલ કર્યું છે. માત્ર વિરાટ જ નહીં, તેની સાથે રમનારા ઘણા ખેલાડીઓએ જબરદસ્ત પ્રગતિ કરી. ચાલો તમને જણાવીએ કે કોહલીની કેપ્ટન્સીમાં કયા ભારતીય બેટ્સમેને ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ સફળતા મેળવી છે.