એક બોલ પર બે બેટ્સમેન આઉટ, શું તમે જાણો છો ક્રિકેટનો આ નિયમ?
આંતરરાષ્ટીય ક્રિકેટમાં બેટ્સમેનને આઉટ કરવા માટે જે ટેકનિક સામેલ છે એમાં આ વર્ષે એક નવો નિયમ ઉમેરાયો છે, જેનાથી એક બોલમાં એક નહીં પણ બે બેટ્સમેનોને આઉટ કરી શકાય છે. હવે તમે કહેશો કે આ કેવી રીતે શક્ય છે. આ તે કયો નિયમ? તો આ નિયમ છે 'ટાઈમ આઉટ', જેમાં એક વિકેટ લીધા બાદ બીજા બેટ્સમેનને આઉટ કરવા બોલરે બોલ પણ ફેંકવો પડતો નથી. બેટ્સમેનની એક ભૂલ અને કેપ્ટનની સમયસૂચકતા જ એક બોલમાં બે વિકેટ લેવા માટે પૂરતી છે.

આઉટ કરવાની અનેક રીત : ક્રિકેટમાં કોઈ પણ બેટ્સમેનને બોલ્ડ, કેચ આઉટ, LBW, રન આઉટ અને સ્ટમ્પિંગથી આઉટ કરી શકાય છે.

એક બોલ પર બે વિકેટનો નિયમ? : આ પાંચ રીતથી એક બોલ પર માત્ર એક જ બેટ્સમેનને આઉટ કરી શકાય છે. છતાં એક બોલ પર બે વિકેટ લેવી શક્ય છે, જેનો એક અજીબ નિયમ છે. આ છે ક્રિકેટનો નિયમ નંબર 31. જેની મદદથી એક બોલ પર બે બેટ્સમેનને આઉટ કરી શકાય છે.

આ નિયમમાં શું છે? : એક બોલ પર બે બેટ્સમેનને આઉટ કરી શકવાનો આ નિયમ છે 'ટાઈમ આઉટ'. આ નિયમ અનુસાર જો એક બેટ્સમેનના આઉટ થયા બાદ બીજો બેટ્સમેન ક્રિઝ પર 3 મિનિટમાં હાજર ન થાય તો તેને વિરોધી ટીમના કેપ્ટનની ફરિયાદ પર ટાઈમ આઉટ જાહેર કરવામાં આવે છે.

એક બોલ પર બે વિકેટ! : આ નિયમ અનુસાર જો બેટ્સમેન 3 મિનિટમાં ક્રિઝ પર હાજર ના હોય અને ફિલ્ડિંગ કરી રહેલ ટીમના કપ્તાન ટાઈમ આઉટ અપીલ પર કરે તો ફિલ્ડ અમ્પાયર સમયની ચકાસણી કરી થર્ડ અમ્પાયર સાથે ચર્ચા કર્યા બાદ બેટ્સમેનને આઉટ આપી શકે છે અને આ રીતે એક બોલમાં બે વિકેટ થઈ શકે છે.

આવું પહેલા ક્યારેય થયું છે? : ક્રિકેટ ઈતિહાસમાં આવું માત્ર એક જ વાર બન્યું છે. ભારતમાં યોજાયેલ વનડે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચમાં. જેમાં સિનિયર શ્રીલંકન ખેલાડી એન્જેલો મેથ્યૂસ ટાઈમ આઉટ થયો હતો. જે બાદ મોટો વિવાદ પણ થયો હતો.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો