ક્યારે નસીબમાં થશે IPL 2024 ટ્રોફી, આ ટીમો છેલ્લા 16 વર્ષથી આઈપીએલની ટ્રોફી જીતી શકી નથી
ઈન્ડિન પ્રીમિયર લીગ 2024ની શરુઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ લીગની 17મી સીઝન છે. છેલ્લી 16 સીઝનમાં માત્ર બે એવી ટીમો છે જે હજુ પણ રમી રહી છે પરંતુ એક વખત પણ ચેમ્પિયન બની શકી નથી.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની શરુઆત 22 માર્ચથી થઈ રહી છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. સીએસકેની આ ટીમ આ સીઝનમાં પણ પોતાના નામે ખિતાબ કરવા મેદાનમાં ઉતરશે.

આઈપીએલ 2023માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ 5 વખત ખિતાબ પોતાને નામ કરી ચૂકી છે. આ લીગમાં સીએસકે બાદ મુંબઈ એવી ટીમ છે જેમણે 5 વખત આઈપીએલનું ટાઈટલ પોતાને નામ કર્યું છે.

કેટલીક એવી પણ ટીમો છે જે છેલ્લા 16 વર્ષથી એક વખત પણ ચેમ્પિયન બની નથી. તો ચાલો આજે આપણે જાણીએ આ ટીમો કઈ છે જે એક વખત પણ ટ્રોફી જીતી શકી નથી.

આઈપીએલમાં રમાનાર ટીમની સંખ્યા હવે 10 થઈ ગઈ છે. લીગમાં સમય સમયે ફેરફાર થતાં જોવા મળ્યા છેક્યારેક ફોર્મેટમાં તો ક્યારેક ટીમને લઈ કે પછી નામને લઈને, આ 16 વર્ષમાં એક વસ્તુ બદલાઈ નથી તે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ હજુ સુધી ટ્રોફી જીતી શક્યું નથી.

આ ટીમને ફાઈનલમાં રમવાની તક મળી છે પરંતુ ટ્રોફી હાથમાં આવી નથી.આ ત્રણેય ટીમો વિશે એટલા માટે વાત કરવામાં આવી રહી છે કારણ કે તેઓ IPLની પ્રથમ સિઝનથી આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. હવે જોવાનું રહશે કે, આમાંથી કોઈ પણ એક ટીમ 2024માં ખિતાબ પોતાના નામ કરે.
