ગુણાતિલકાને શ્રીલંકાની ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો, રેપ કેસમાં જામીન પણ ન મળ્યા
શ્રીલંકાના ક્રિકેટર ધનુષ્કા ગુણાતિલકા (Danuskhka Gunatillekee) પર દુષ્કર્મનો આરોપ છે અને સિડનીની કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

શ્રીલંકાનો ક્રિકેટર ધનુષ્કા ગુણાતિલકાએ પોતાનું અને ટીમનું નામ ખરાબ કરવામાં કોઈ કસર છોડી નથી. શ્રીલંકાનો આ ક્રિકેટરની રેપના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સિડનીમાં થયેલી ધરપકડ બાદ ધનુષ્કા ગુણાતિલકાની મુસીબતમાં વધારો થયો છે. (PC-Dhanushka Gunathilaka Instagram)

ધનુષ્કા ગુણાતિલકાને સિડનીની અદાલતમાં વીડિયો કોન્ફરન્સમાં રજુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં હથકડી જોવા મળી હતી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ગુણાતિલકને કોર્ટમાંથી જામીન આપવાની ના પાડવામાં આવી છે અને તે જેલમાં જ રહેશે (PC-Dhanushka Gunathilaka Instagram)

ગુણાતિલકા હવે જામીન માટે ન્યુ સાઉથ વેલ્સની સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે. તમને જણાવી દઈએ કે, ગુણાતિલકને જો જામીન નહિ મળે તો તે મોટી મુસીબતમાં ફસાશે. ઓસ્ટ્રેલિયામાં રેપ કેસના દોષિતોને ઉમર કેદની સજા થાય છે.

ધનુષ્કા ગુણાતિલકાને શ્રીલંકાની ક્રિકેટ ટીમની હોટલમાંથી રાત્રે 3.30 કલાકે ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે શ્રીલંકાની ટીમ પરત ફરવાની તૈયારી કરી રહી હતી ધનુષ્કા પર આરોપ એ છે કે, તેમણે 2 નવેમ્બરના રોજ 29 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ કર્યું તે છોકરીને ખેલાડી 29 ઓક્ટોબરના રોજ મળ્યો હતો

ધનુષ્કા ગુણાતિલકા પહેલાથી જ વિવાદોમાં રહ્યો છે. આ ખેલાડી વર્ષ 2018માં 6 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તે સમયે ધનુષ્કાનો મિત્ર નોર્વોની એક મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં ફસાયો હતો હવે ધનુષ્કા ચાલી રહેલા વિવાદોથી તેને શ્રીલંકાની ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.