જેલમાં સજા કાપતી વખતે તેને એક વકીલ સાથે પ્રેમ થયો પછી લગ્ન કર્યા, આ સ્ટાર ક્રિકેટરની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે
વિશ્વના મોટાભાગના ક્રિકેટરો તેમની કારકિર્દી દરમિયાન તેમના જીવનસાથીની પસંદગી કરે છે. પરંતુ પાકિસ્તાનના ફાસ્ટ બોલર (Mohammad Amir)ની લવસ્ટોરી અલગ છે. આ ક્રિકેટર સજા દરમિયાન પોતાના વકીલના પ્રેમમાં પડી ગયો હતો. બંનેએ થોડા વર્ષો પછી લગ્ન કરી લીધા. હવે આ પ્રેમ સ્ટોરીને શું કહીએ? આ સમજની બહાર છે. આ ફાસ્ટ બોલરને ફિક્સિંગમાં દોષિત ઠર્યા બાદ જેલની સજા ફટકારવામાં આવી હતી.

પાકિસ્તાનનો ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાં સામેલ છે. પરંતુ તેની કારકિર્દી પણ વિવાદોથી ઘેરાયેલી રહી છે. સ્પોટ ફિક્સિંગમાં સજા ભોગવી ચૂકેલા આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિરને સ્પોર્ટ ફિક્સિંગના આરોપમાં વર્ષ 2010માં જેલ જવાનો વારો આવ્યો હતો. જેમાં તેમને કુલ 6 મહિનાની સજા થઈ હતી.

સ્પોર્ટ ફિક્સિંગના આરોપમાં જેલ ગયા બાદ તેના પર 5 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. સ્પોર્ટ ફિક્સિંગના મામલે ફસાયો હતો. તે દરમિયાન તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી.

સજા દરમિયાન આમિરને પોતાના વકીલ સાથે પ્રેમ થયો હતો. તેના વકીલનું નામ નરજિસ ખાતૂન હતુ. બંન્નેએ વર્ષે 2016માં લગ્ન કર્યા હતા.

મોહમ્મદ આમિર અને નરજિસ ખાતૂનને 3 પુત્રીઓ છે. નરજિસે પ્રથમ પુત્રીને વર્ષે 2017માં જન્મ આપ્યો હતો. તેમજ બીજી પુત્રીનો જન્મ વર્ષે 2020માં થયો હતો. એક પુત્રીને 2022માં જન્મ આપ્યો છે.

આમિરે ક્રિકેટ રમવાની શરુઆત 11 વર્ષની ઉંમરે કરી હતી. તેમણે 2003માં રાવલપિંડીના બાજવા ક્રિકેટ એકડમીમાં એક લોકલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
