AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈશાન કિશન હવે માત્ર IPL રમશે અને ટીમ ઈન્ડિયામાં પરત નહીં ફરે !

તાજેતરમાં બુચી બાબુ ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ઈશાન કિશને તોફાની સદી ફટકારીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. તેની આ ઈનિંગ બાદ હવે સવાલ એ છે કે ઈશાન ટીમ ઈન્ડિયામાં ક્યારે વાપસી કરશે? પોતાની શાનદાર ઈનિંગ્સ છતાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે હવે આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે નહીં.

| Updated on: Aug 20, 2024 | 5:03 PM
Share
ઈશાન કિશન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને તેનું કારણ તેની તોફાની ઈનિંગ છે. આ ડાબા હાથના બેટ્સમેને તાજેતરમાં બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડને જીત અપાવી હતી. ઈશાને મધ્યપ્રદેશ સામે શાનદાર સદી ફટકારીને ટીમને ચેમ્પિયન બનાવી હતી.

1 / 5
ઈશાનની આ ઈનિંગ બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે, પરંતુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીનું માનવું છે કે આ ખેલાડી માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ છે.

2 / 5
બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો હતો કે ઈશાન માટે ટીમ ઈન્ડિયામાં પરત આવવું લગભગ અશક્ય છે. બાસિતે કહ્યું, 'ઈશાન કિશને હવે માત્ર IPL પર ધ્યાન આપવું જોઈએ કારણ કે તે ઓસ્ટ્રેલિયા સિરીઝ સુધી ટીમ ઈન્ડિયામાં વાપસી નહીં કરી શકે. તેના માટે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી પણ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ છે.

3 / 5
ઈશાન કિશન ગત વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે સાઉથ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો, ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો નહોતો.

4 / 5
ઈશાનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું અને હવે તે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તે રણજી ટ્રોફીમાં પણ ઝારખંડની આગેવાની કરતો જોવા મળશે. ઈશાન છેલ્લે 2022માં રણજી ટ્રોફી મેચ રમ્યો હતો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">