દુનિયાના આ ટોપ-5 અમ્પાયર્સ રમી ચૂક્યા છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, આ લિસ્ટમાં એક ભારતીય પણ છે સામેલ
cricket umpire : ક્રિકેટના મેદાન પર 2 ટીમના ખેલાડીઓની સાથે અમ્પાયર્સ પણ ઉતરતા હોય છે. આ અમ્પાયર્સનું કામ મેચનું યોગ્ય રીતે સંચાલન કરવાનું હોય છે. દુનિયામાં કેટલાક અમ્પાયર્સ પહેલા પોતાના દેશ માટે ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. ચાલો જાણીએ આવા અમ્પાયર્સ વિશે.


ઓસ્ટ્રેલિયાના પોલ રીફેલ એક ઓલરાઉન્ડર હતા. તેમણે ઓસ્ટ્રેલિયા માટે 35 ટેસ્ટ મેચ અને 92 વનડે મેચ રમી હતી. તેમણે ટેસ્ટમાં 104 અને વનડેમાં 106 વિકેટ લીધી હતી. તેણે હાલમાં આઈસીસીના અમ્પાયરોમાં એલીટ ગ્રુપમાં સામેલ છે.

ઈંગ્લેન્ડના રિચર્ડ ઈલિંગવર્થ 1992નો વર્લ્ડ કપ પણ રમ્યા છે. તેઓ ઈંગ્લેન્ડ તરફથી 9 ટેસ્ટમાં 19 વિકેટ અને 25 વનડે મેચમાં 30 વિકેટ લઈ ચૂક્યા છે. વર્ષ 2019માં તેમને આઈસીસીઓ અમ્પાયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા.

ભારતના શ્રીનિવાસ વેંકટરાઘવન 70ના દાયકાના ખેલાડી છે. તેમણે ભારત માટે 50થી વધારે ટેસ્ટ મેચમાં 156 વિકેટ લીધી હતી. તેઓ 15 વનડે મેચ પણ રમ્યા હતા. ક્રિકેટમાંથી સંન્યાસ બાદ તેઓ 1993થી 2004 સુધી અમ્પાયર રહ્યા હતા.

કુમાર ધર્મસેના શ્રીલંકાના જાણીતા અમ્પાયર છે. તેઓ શ્રીલંકા તરફથી 31 ટેસ્ટમાં 69 વિકેટ લઈ ચૂક્યા છે. તેઓ આઈસીસીના શ્રેષ્ઠ અમ્પાયર્સમાંથી એક છે. તેઓ મહત્વની મેચમાં અમ્પાયર રહી ચૂક્યા છે.

ઈંગ્લેન્ડના ઈયાન ગોલ્ડ 300થી વધુ પ્રથમ શ્રેણીની મેચ રમી ચૂક્યા છે. તેમને ટેસ્ટમાં ડેબ્યૂની તક ન મળી હતી. પણ તેમણે 18 વનડેમાં 155 રન બનાવ્યા હતા. તેમણે વર્ષ 2019 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયરિંગ કર્યું હતું.






































































