GT IPL 2023 Full Squad: ગુજરાત ટાઈન્ટસની ટીમે ખરીદ્યા આ ખેલાડીઓ, જુઓ Gujarat Titansની આખી ટીમ
Gujarat titans IPL 2023 Auction: આજે કોચ્ચિમાં આઈપીએલ 2023 માટે ખેલાડીઓની હરાજી થઈ હતી. ચાલો જાણીએ કે ગુજરાત ટાઈટન્સની ટીમે હમણા સુધી કેટલા ખેલાડીઓ ખરીદ્યા.

IPL 2023 માટે ગુજરાત ફુલ સ્ક્વોડ - હાર્દિક પંડ્યા (c), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુધરસન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, જયંત યાજક , આર સાઈ કિશોર, નૂર અહમદ, કેન વિલિયમસન, ઓડિયન સ્મિથ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, જોશુઆ લિટલ, મોહિત શર્મા.

ગુજરાતની ટીમ પાસે 19.25 કરોડનું બજેટ હતુ. તેમની પાસે 7 ( 3 વિદેશી)ખેલાડીઓની જગ્યા ખાલી હતી. ગુજરાત ટાઇટન્સના રીટેઈન ખેલાડીઓ : હાર્દિક પંડ્યા , શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુધરસન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, જયંત યાજક , આર સાઈ કિશોર અને નૂર અહમદ

ઓક્શનની શરુઆતમાં જ ગુજરાતની ટીમે કેન વિલિયમસનને તેની મૂળ કિંમત 2 કરોડમાં ખરીદી લીધો હતો. આ સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ગુજરાતમાં હવે ભારતના ટી20 કેપ્ટન હાર્દિક અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન રમતા જોવા મળશે. ગુજરાતની ટીમે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ઓડિયન સ્મિથને 50 લાખમાં ખરીદ્યો છે.

ગુજરાતની ટીમે યુવા ક્રિકેટર શિવમ માવીને 6 કરોડમાં ખરીદ્યો છે.

ગુજરાતની ટીમે યુવા ક્રિકેટર કેએસ ભારતને 1.2 કરોડમાં ખરીદ્યો છે. ઓક્શનમાં બ્રેક સુધી ગુજરાતની ટીમ પાસે 9.55 કરોડનું બજેટ અને 3 (1 વિદેશી) ખેલાડીઓની જગ્યા ખાલી હતી. તે સિવાય ઉર્વીલ પટેલ ( 20 લાખ), જોશુઆ લિટલ (4.4 કરોડ), મોહિત શર્મા (50 લાખ)નો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.