IPL 2025 Kolkata Knight Riders Squad : ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓનું લિસ્ટ જુઓ
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ મેગા ઓક્શનમાં મજબૂત ટીમ તૈયાર કરી છે. ફ્રેન્ચાઇઝીએ અગાઉ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે. તો ચાલો જોઈએ બોલિવુડ સ્ટાર શાહરુખ ખાનની આઈપીએલ ટીમ કેવી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેગા ઓક્શનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે ફરી એકવાર મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ફ્રેન્ચાઈઝીમાં જૂના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે ઘણા નવા ખેલાડીઓ પર પણ બિડ લગાવવામાં આવી હતી.

આ વખતે ટીમ નવા કેપ્ટન સાથે મેદાન પર તાકાત બતાવતી જોવા મળશે. ગત્ત સિઝનમાં તે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ આવી હતી અને ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રીજી વખત ટ્રોફી કબજે કરી હતી.ચાલો જાણીએ કે ,કોલકાતા નાઈટ રાઈડર્સે કયા ખેલાડીઓને રિટેન કર્યા અને કેટલા ખેલાડીઓને ખરીદ્યા.

કોલકાતા નાઈટ રાઈડર્સેએ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાંથી રિંકુ સિંહને સૌથી વધુ 13 કરોડ રૂપિયા મળ્યા છે. વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને 12-12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. આન્દ્રે રસેલને 12 કરોડ રૂપિયામાં અને હર્ષિત રાણા-રમનદીપ સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે મેગા ઓક્શનમાં વેંકટેશ ઐયર ઓલરાઉન્ડર 23.75 કરોડ ,ક્વિન્ટન ડી કોક વિકેટકીપર-બેટ્સમેન 3.60 કરોડ , રહેમાનુલ્લા ગુરબાઝ વિકેટકીપર-બેટ્સમેન રૂ 2 કરોડ ,અંગક્રિશ રઘુવંશી બેટ્સમેન 3 કરોડ, એનરિક નોર્કિયા બોલર 6.50 કરોડ , વૈભવ અરોરા બોલર 1.80 કરોડ ,મયંક માર્કંડે બોલર 30 લાખ , મેગા ઓક્શનમાં ટીમમાં સામેલ કર્યા છે.

રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમણદીપ સિંહ, વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લા ગુરબાઝ, એનરિક નોરખિયા, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સન જોનસન, લવનીથ સિસોદિયા, અજિંક્ય રહાણે, અનુકુલ રોય, મોઈન અલી, ઉમરાન મલિક
