રોવમેન પોવેલ પર પૈસાનો વરસાદ થયો, રાજસ્થાને 7.4 કરોડમાં ખરીદ્યો
પ્રથમ ખેલાડી માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બોલી લાગી હતી. રાજસ્થાને પોવેલને 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રોવમેન પોવેલન પર આઈપીએલ ઓક્શનમાં પ્રથમ બોલી લાગી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટેની હરાજી ભારતની બહાર પ્રથમ વખત દુબઈના કોકા-કોલા એરેના ખાતે યોજાઈ રહી છે. IPL-2024ની હરાજી માટેના ખેલાડીઓમાંથી એક નામ રોવમેન પોવેલનું છે. રોવમેન પોવેલન પર આઈપીએલ ઓક્શનમાં પ્રથમ બોલી લાગી હતી.

વેસ્ટ ઈન્ડિઝ T20 ટીમના કેપ્ટન રોવમેન પોવેલ પ્રથમ ખેલાડી છે જેના પર બિડ લગાવવામાં આવી છે. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા છે.પાવેલ માટે કોલકાતા અને રાજસ્થાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેની બોલી રૂ.5 કરોડને પાર કરી ગઈ હતી. રાજસ્થાને પોવેલને 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

રાજસ્થાન રોયલ્સે રોવમેન પોવેલને 7.40 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. પોવેલની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી.

10 ટીમો પાસે કુલ 77 સ્લોટ ખાલી છે. એટલે કે વધુમાં વધુ 77 ખેલાડીઓ જ લઈ શકાશે. આઈપીએલની આ હરાજીમાં સૌથી વધુ પૈસા RCB ટીમ પાસે છે.

આ હરાજીમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ સૌથી મોંઘો ખેલાડી છે.
