IPL 2025 : હાય રે કિસ્મત… રાજસ્થાન રોયલ્સે જેને-જેને છોડ્યા, તે જ ટીમને ભારે પડ્યા
રાજસ્થાન રોયલ્સ માટે આ સિઝન ખૂબ જ ખરાબ રહી છે. ટીમે અત્યારસુધી 11 મેચમાં માત્ર ત્રણ જ જીતી છે. જ્યારે, તેમને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. RRના આ ખરાબ પ્રદર્શન પાછળ 4 મોટા નિર્ણયો છે. જે તેમને ભારે પડ્યા છે જ્યારે અન્ય ટીમોને તેમના આ નિર્ણયનો મોટો ફાયદો થયો છે. આ નિર્ણયો હતા 4 સ્ટાર ખેલાડીઓને ઓક્શન પહેલા રિલીઝ કરવાના. RRએ જે ચાર ખેલાડીઓને રિલીઝ કર્યા તેઓ હવે અન્ય ટીમ માટે મેચવિનર સાબિત થયા છે, જ્યારે રાજસ્થાનને સતત હાર સાથે આ ખેલાડીને બહાર કરવાનું ભારે પડ્યું છે.

ક્યારેક કોઈ નિર્ણય એવો હોય છે કે તે કોઈનું ભાગ્ય બદલી શકે છે, પરંતુ જો કોઈ નિર્ણય ખોટો નીકળે તો તે વ્યક્તિને ઊંડા અંધારામાં ધકેલી શકે છે. આ સમયે રાજસ્થાન રોયલ્સ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. આ સિઝન પહેલા, RR મેનેજમેન્ટે આવા 4 નિર્ણયો લીધા હતા, જેના કારણે ટીમ ઘણી નીચે લપસી ગઈ હતી. આ ચાર નિર્ણયો આ સિઝનમાં તેના પતનનું કારણ બન્યા છે.

રાજસ્થાન રોયલ્સે IPL 2025 પહેલા 4 મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. હવે તે જ ખેલાડીઓ અન્ય ટીમોના તારણહાર બન્યા છે. આ જોઈને, RR મેનેજમેન્ટને તેના નિર્ણય પર પસ્તાવો થઈ રહ્યો છે.

IPL 2025ની મેગા ઓક્શન પહેલા, રાજસ્થાન રોયલ્સે ટીમના ચાર મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. આ ખેલાડીઓ હતા - યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, જોસ બટલર અને પ્રસિદ્ધ કૃષ્ણા.

આ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવા એ RRની સૌથી મોટી ભૂલ હતી. કારણ કે આ ખેલાડીઓ લાંબા સમયથી IPLમાં રમી રહ્યા છે અને તેમનો અનુભવ RR માટે ઉપયોગી થયો હોત. હવે આ ચાર ખેલાડીઓ આ સિઝનમાં અન્ય ટીમો માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં આઠમાં ક્રમે છે અને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશાઓ ખતમ થઈ ગઈ છે.

યુઝવેન્દ્ર ચહલ : પંજાબ કિંગ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં પહેલી હેટ્રિક લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણે પંજાબ કિંગ્સ માટે 10 મેચમાં 13 વિકેટ લીધી છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હેટ્રિક લઈને બધાને ચોંકાવી દીધા હતા.

ટ્રેન્ટ બોલ્ટ : ટ્રેન્ટ બોલ્ટ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. તે પાવરપ્લેમાં સતત વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી રહ્યો છે. IPL 2025માં MI વતી રમતા તેણે 11 મેચોમાં 16 વિકેટ લીધી છે.

જોસ બટલર : ગુજરાત ટાઈટન્સની બેટિંગનો આધારસ્તંભ બનેલો જોસ બટલર ઓરેન્જ કેપની રેસમાં યથાવત છે. આ સિઝનમાં, તેણે અત્યાર સુધીમાં 10 મેચમાં 40.52ની સરેરાશથી 470 રન બનાવ્યા છે. જેમાં 5 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તે ચોથા સ્થાને છે.

પ્રસિદ્ધ કૃષ્ણા : ગુજરાત ટાઈટન્સનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટો લઈને પર્પલ કેપ જીતી છે. તેણે 10 મેચમાં 19 વિકેટ લીધી છે. (All Photo Credit : PTI)
IPL 2025માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો



























































