IPL 2025 : વૈભવ સૂર્યવંશી બન્યો નંબર-1 બેટ્સમેન, વિશ્વના 58 બેટ્સમેનોને પાછળ છોડી દીધા
14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 58 બેટ્સમેનોને પાછળ છોડી નંબર-1 બેટ્સમેન બની ગયો છે. હવે તમે પૂછશો કે કેવી રીતે? તો આનો જવાબ તેની IPLમાં ધમાકેદાર બેટિંગ અને આક્રમક સદીમાં છે. જાણો કોણ છે આ 58 બેટ્સમેન અને કેવી રીતે બન્યો વૈભવ સૂર્યવંશી નંબર-1.

અત્યાર સુધી IPLમાં કુલ 58 બેટ્સમેનોએ સદી ફટકારી છે, અને વૈભવ સૂર્યવંશી IPLમાં સદી ફટકારનારા આ તમામ 58 બેટ્સમેનોમાં નંબર 1 બન્યો છે.

હવે વૈભવ સૂર્યવંશી સદી ફટકારનારા 58 બેટ્સમેનોમાં નંબર-1 બન્યો કઈ બાબતમાં? કારણ કે ન તો તેની સદી સૌથી ઝડપી છે અને ન તો તેનો સ્કોર સૌથી મોટો છે. તો 58 બેટ્સમેનોમાં વૈભવ સૂર્યવંશી જે બાબતમાં નંબર-1 બન્યો છે, તે તેની સદીમાં બાઉન્ડ્રી ટકાવારી છે.

14 વર્ષીય ડાબોડી બેટ્સમેને IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં 265.78ના સ્ટ્રાઈક રેટથી 101 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થતો હતો.

વૈભવ સૂર્યવંશીએ પોતાની સદીમાં ફક્ત બાઉન્ડ્રીથી જ 94 રન ફટકાર્યા હતા. હવે જો આપણે બાઉન્ડ્રી ટકાવારીની ગણતરી કરીએ, તો વૈભવ સૂર્યવંશીએ તેની સદી દરમિયાન 93 ટકા રન ફક્ત ચોગ્ગા અને છગ્ગા ફટકારીને બનાવ્યા હતા, જે એક રેકોર્ડ છે.

વૈભવ સૂર્યવંશીએ આ બાબતમાં પોતાના જ સાથી અને ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડ્યો છે. યશસ્વી જયસ્વાલે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારી હતી, ત્યારે તેના 90 ટકા રન બાઉન્ડ્રીથી બન્યા હતા. (All Photo Credit : PTI)
IPL 2025માં IPL 2025માં વૈભવ સૂર્યવંશીએ ધમાલ મચાવી છે, હવે તે ઈંગ્લેન્ડમાં કમાલ કરશે. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
