IPL 2025 : સીઝન ટૂંક સમયમાં ફરી શરૂ થઈ શકે છે, પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ટીમે પ્રેક્ટિસ શરૂ કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઈ આઈપીએલ 2025ની સીઝન અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે ફરી શરુ થવાની તૈયારી જોવા મળી રહી છે.

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી સતત તણાવ જોવા મળી રહ્યો છે. બંન્ને દેશ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી હતી. જેને લઈ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન અધ વચ્ચે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હવે સીઝફાયરની જાહેરાત બાદ સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. જેને લઈ આઈપીએલ 2025ની સીઝનની બાકી રહેલી મેચ ટુંક સમયમાં શરુ થવાની આશા જોવા મળી રહી છે. આ વચ્ચે અનેક વિદેશી ખેલાડીઓને પણ ઘરેથી પરત બોલાવવામાં આવી રહ્યા છે.ગુજરાત ટાઈટન્સની ટીમે અમદાવાદમાં પોતાની પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે.

આઈપીએલ 2025 સીઝનની બાકી રહેલી મેચ ક્યારે શરુ થશે. તેને લઈ ગર્વનિંગ કાઉન્સિલ તરફથી જલ્દી નિર્ણય સેવામાં આવશે. આ વચ્ચે એક મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત ટાઈટન્સની ટીમ 11 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેટ સેશનમાં જોવા મળી હતી.

જીટીની ટીમમાંથી ફક્ત જોસ બટલર અને ગેરાલ્ટ કોટ્ઝ જ પોતાના દેશમાં પાછા ફર્યા છે, તેમના સિવાય તેમના મોટાભાગના વિદેશી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના સભ્યો હજુ પણ ટીમ સાથે છે.

સિઝફાયરની જાહેરાત થયા પછી, BCCI સચિવ દેવજીત સૈકિયાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે ,તમામ હિતધારકો અને સંબંધિત અધિકારીઓ સાથે વાત કર્યા પછી, IPL 2025 સીઝનની બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.

ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલ 2025ની સીઝનમાં ખુબ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં તેમણે 11 મેચ રમી છે. જેમાંથી 8 મેચ જીતવામાં સફર રહી છે. 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઈટન્સે પણ પોતાની બાકી રહેલી 3 મેચમાં દિલ્હી કેપિટલ્સ,લખનૌ સુપર જાયન્ટ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો સામનો કરવાનો છે.
ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે. ગુજરાત ટાઈટન્સના વધુ સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો






































































