RR vs MI : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી IPL 2025માંથી થયો બહાર
IPL 2025 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. MI ટીમનો યુવા સ્પિનર આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે યુવા ખેલાડી આ સિઝનની બાકીની મેચો રમી શકશે નહીં.

IPL 2025 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો યુવા સ્પિનર વિગ્નેશ પુથુર આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે વિગ્નેશ પુથુર આ સિઝનની બાકીની મેચો રમી શકશે નહીં.

વિગ્નેશ પુથુરે માર્ચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. પુથુરે તેની પહેલી જ મેચમાં તબાહી મચાવી દીધી. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા પુથુરે 3 વિકેટ લીધી હતી. એમએસ ધોની પણ વિગ્નેશ પુથુરની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. મેચ બાદ ધોની વિગ્નેશ પુથુરની પાસે ગયો અને તેની પ્રશંસા કરી હતી.

MI એ વિગ્નેશ પુથુરની ઈજા અંગે એક નિવેદન જારી કર્યું છે. જે મુજબ, પુથુર બોન સ્ટ્રેસ રીએક્શનનો શિકાર બન્યો છે. તેથી, તેને આખી સિઝન માટે બહાર કરવામાં આવ્યો છે અને તે એક પણ મેચ રમી શકશે નહીં.

આ મુશ્કેલ સમયમાં MI ફ્રેન્ચાઈઝીએ 22 વર્ષીય ખેલાડીને ટેકો આપ્યો છે. તે હજુ પણ ટીમ સાથે જોડાયેલા રહેશે. હવે વિગ્નેશ MIની મેડિકલ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ ટીમની દેખરેખ હેઠળ પોતાની રિકવરી અને રિહેબ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિગ્નેશ પુથુરે IPL 2025માં કુલ 5 મેચ રમી હતી, જેમાં 18.17ની સરેરાશથી 6 વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ની બાકીની મેચો માટે ઈજાગ્રસ્ત વિગ્નેશ પુથુરના સ્થાને લેગ-સ્પિનર રઘુ શર્માને કરારબદ્ધ કર્યો છે. જાલંધરનો 32 વર્ષીય લેગ સ્પિનર રઘુ પંજાબ અને પુડુચેરી માટે રમી ચૂક્યો છે. હાલમાં, તે ઘરેલુ ક્રિકેટમાં પુડુચેરીનું પ્રતિનિધિત્વ કરે છે.

રઘુ શર્માએ ફર્સ્ટ ક્લાસમાં 11 મેચ રમી છે, જેમાં તેણે 19.59 ની સરેરાશથી 57 વિકેટ લીધી છે. તેણે 9 લિસ્ટ A મેચોમાં 14 વિકેટ અને 9 T20 મેચોમાં 3 વિકેટ લીધી છે. રઘુ પહેલીવાર IPLમાં રમવા જઈ રહ્યો છે. RAPP (રજિસ્ટર્ડ અવેલેબલ પ્લેયર પૂલ) યાદીમાં તેની કિંમત 30 લાખ રૂપિયા છે જેથી મુંબઈ ઈન્ડિયન્સ તેને આ કિંમત ચૂકવશે. (All Photo credit : PTI / X)
IPL 2025માં હાર્દિક પંડયાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો



























































