IPL 2024 : મેચમાં થયેલી એક ભૂલથી સંજુ સેમસનને લાગ્યો મોટો દંડ, આ પહેલા 2 કેપ્ટન આવી ચૂક્યા છે ઝપેટમાં
બીસીસીઆઈએ સંજુ સેમસનને સ્લો ઓવર રેટને લઈ 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરઆરના કેપ્ટનની આઈપીએલ 2024માં પહેલી ભૂલ છે જેના કારણે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે.

ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગની અડધી સદીથી 196 રનનો સ્કોર બનાવ્યો હતો. છેલ્લી ઓવરમાં રાહુલ તેવટિયા અને રાશિદ ખાનની શાનદાર ઈનિગ્સથી ગુજરાત ટાઈટન્સે હારેલી મેચ જીતી લીધી હતી.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારના રોજ ગુજરાત સામે રાજસ્થાન રોયલ્સની આઈપીએલ 2024ની પહેલી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ સાથે બીસીસીઆઈએ તેના પર લાખો રુપિયાનો દંડ ફટકાર્યો છે.

સંજુ સેમસન ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ નક્કી કરેલા સમયની અંદર 20 ઓવર પુરી કરી શકી ન હતી. આ કારણે તેને છેલ્લી ઓવરમાં 4ના સ્થાને 5 ખેલાડીઓને 30 ગજની અંદર રાખવામાં આવ્યા હતા. આ સાથે તેના પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ સંજુ સેમસનને સ્લો ઓવર રેટના કારણે 12 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેપ્ટનની આઈપીએલ 2024ની પહેલી ભૂલ છે જેના કારણે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો હતો. જો હવે આ ટીમ ફરી આવી ભૂલ કરે છે તો અન્ય ખેલાડીઓ પણ આની ઝપેટમાં આવશે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024માં આ ભૂલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 2 વખત, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ પર એક વખત દંડ ફટકારવામાં આવી ચૂક્યો છે.

































































