IPL 2024 : ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં ટોપ-5માં છે આ ટીમના ખેલાડીઓ
રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 24મી મેચ બાદ યુઝવેન્દ્ર ચહલે પર્પલ કેપ પર કબ્જો કર્યો છે. તો ચાલો જાણો ઓરેન્જ કેપમાં ક્યા ખેલાડીઓ સામેલ છે.

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2024ની 24મી મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ પણ ખુબ રસપ્રદ બની ગઈ છે. સંજુ સેમસન, રિયાન પરાગ અને ગિલ જેવા ખેલાડીઓ વિરાટ કોહલી માટે ઓરેન્જ કેપની રેસમાં ખતરો બન્યા છે.

આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ તેમજ સૌથી વધારે વિકેટ લેનારા બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. તો ચાલો જોઈએ આ રેસમાં કોણ છે સૌથી આગળ.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024મી લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 2 વિકેટ લઈ રાજસ્થાન રોયલ્સનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપમાં નંબર વન પર આવી ગયો છે. તો સંજુ સેમસન, રિયાન પરાગ અને શુભમન ગિલની શાનદાર ઈનિગ્સથી ઓરેન્જ કેપમાં આગળ છે.

આપણે ઓરેન્જ કેપની વાત કરીએ તો હાલમાં કિંગ કોહલી 316 રનની સાથે લિસ્ટમાં ટોપ પર છે.ત્યારબાદ રિયાન પરાગ 261, શુભમન ગિલ 255, સંજુ સેમસન 246 અને સાંઈ સુદર્શન 226 રનની સાથે ઓરેન્જ કેપની રેસમાં પાંચમા નંબર પર છે.

પર્પલ કેપની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 2 વિકેટ લઈ 10 વિકેટ સાથે પહેલા સ્થાન પર આવી ગયો છે. ત્યારબાદ મુસ્તફિઝુર રહમાન 9 વિકેટ, અર્શદીપ સિંહ 8 વિકેટ, મોહિત શર્મા 6 વિકેટ અને ખલીલ અહમદ 7 વિકેટ સાથે પાંચમાં સ્થાન પર છે.

































































